Gujarat

ઈન્ડીયન આર્મીમાં ફરજ બજાવી દેશસેવા કરી નિવૃત થતા માદરે વતન

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મોટીવાવડી ગામના બળવંતસિંહ નાનુભા મકવાણા ઈંન્ડીયન આર્મીમાંથી નિવૃત થઈ પોતાના માદરે વતન આવતા ગામલોકોએ ડી.જે.ના તાલે ભવ્ય સ્વાગત કર્યુ હતુ.બળવંતસિંહ નાનુભા મકવાણા તારીખ-૨૦-૯-૨૦૦૪ માં ઈન્ડીયન આર્મીમાં ભરતી થયા હતા.ઈન્ડીયન આર્મી માં યુનીટ-૯ મેકનાઈઝ ઈન્ફેટરી માં ૧૭ વર્ષ ફરજ બજાવી જેમાં મહારાષ્ટ્ર ના મહેમદનગર ખાતે ટ્રેનિગ લીધી હતી.જ્યારે પ્રથમ પોસ્ટીંગ પંજાબ પઠાણ કોટ માં મળ્યુ હતુ.ત્યાથી કાશ્મીરમાં પુશ,શ્રીનગર,પુલવા ખાતે ૪ વર્ષ ફરજ બજાવી હતી.સિક્કીમ ચીન બોર્ડર ખાતે ત્રણ વર્ષ ફરજ બજાવી,યુ.એન.માં.આફીકા ખાતે ૧ વર્ષ ફરજ બજાવી હતી.આ ઉપરાંત ઝાસી,ગ્વાલિયર,બબીના અને છેલ્લે નાભા(પટીયાલા)પંજાબ ખાતે ફરજ બજાવી નિવૃત થયા છે.બળવંતસિંહ નાનુભા મકવણા એ ઈન્ડીયન આર્મી માં ૧૭ વર્ષ દેશસેવા કરી માદરે વતન મોટીવાવડી ગામે આવતા રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન કીશોરભાઈ ધાધલ,એ.પી.એમ.સી.ના ડીરેક્ટર પ્રતાપભાઈ ડોડીયા,બોટાદ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભગવતસિંહ દાયમાં,મોટીવાવડી સરપંચ જયરાજભાઈ ધાધલ,જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મયુરભાઈ પટેલ,તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ મકવાણા સહીતના આગેવાનો,અગ્રણીઓ તેમજ મોટીવાવડી ગામ લોકો દ્રારા ફૌજી બળવંતસિંહ મકવાણા નું ઉષ્માભર્યુ ડી.જે.ના તાલ સાથે વાજતે-વાગજતે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ..

IMG-20211001-WA0959.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *