ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઉતર ગુજરાત ના મુખ્ય પ્રગતિશીલ મથક ડીસાના વતની અને જાણીતા સમાજ સેવક ભગવાનભાઈ બંધુનો આજે 11 ડિસેમ્બરે જન્મદિવસ છે.11-12-1958 ના રોજ કાંકરેજ તાલુકાના ચાંગા ગામે જન્મેલા ભગવાનભાઈ બંધુએ બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.સુધીનો અભ્યાસ કરેલ છે.ગુજરાત સરકાર ના વન વિભાગમાં 6-4-1982 ના રોજ રેંજ ફોરેસ્ટ ઓફિસર તરીકે જોડાઈ 30-4-2016 ના રોજ પાલનપુર ખાતેથી સબ ડી.એફ.ઓ.તરીકે વય નિવૃત થયા હતા.તેઓ 64 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના પ્રમુખ, બનાસ સાહિત્ય કલા સંઘના મંત્રી,શાંતિધામ સ્મશાનભુમિ ડીસાના પ્રમુખ, ડીસા જલારામ મંદિરના ઉપપ્રમુખ, આબુરોડ જલારામ મંદિરના મંત્રી એવા ભગવાનભાઈ બંધુ અખિલ ગુજરાત લોહાણા સમાજના મહામંત્રી તરીકે પણ સેવા આપી ચૂકેલા છે.
અખિલ રઘુવંશી લોહાણા સમાજ બનાસકાંઠાના પ્રમુખ તેમજ ડીસા રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે.બનાસકાંઠા વન કર્મચારી મંડળના પ્રમુખ તરીકે પણ તેમણે સફળ સેવા બજાવી છે.એક સારા લેખક અને ઉદઘોષક તરીકેની પણ ઉત્તર ગુજરાતમાં તેમની આગવી નામના છે.આજે તેમના જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ અભિનંદન..તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર 9825638643 છે..


