Gujarat

ઉત્તરસંડામાં તમાકુના નુકશાન પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

નડિયાદ
તમાકુ મુક્તિનો સંદેશ જનમન સુધી પહોંચે એવો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં આઇ.ટી.આઈ., ઉત્તરસંડાનાં આચાર્યા તેજલબેન ભટ્ટ, પ્રા.આ.કેન્દ્ર નરસંડાના મેડિકલ ઓફિસર ડો.ભાવિન શર્મા, આયુષ ડો. પિન્કલ પટેલ દ્રારા તમાકુથી થતાં નુકસાન અંગે માહિતી આપવામાં આવી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રા.આ.કેન્દ્ર નરસંડાનાં આરોગ્ય સ્ટાફ તથા આઈ.ટી.આઈ. ઉત્તરસંડાનાં ઇન્સ્ટ્રક્ટરો દ્રારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાંઆ આયોજનમાં આઈ.ટી.આઈ ઉત્તરસંડાનાં તાલીમાર્થીઓ દ્રારા તમાકુનું વ્યસન અને તેનાથી થતાં નુકસાન વિશે પોતાનાં મૌલિક વિચારો વ્યક્ત કર્યા હતાં. વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધાનો ઉદ્દેશ તમાકુથી શરીરમાં થતી હાનિકારક અસરો, સમાજમાં થતાં દુષ્પરિણામથી અવગત કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *