Gujarat

ઉના ગરાળ ખેતીવાડી વિજપુરવઠો આવે તે પહેલા પોલ પરથી વિજવાયર તુટી પડ્યા…

ઊનાના ગરાળ ગામે ખેતી વાડી વિસ્તારોમાં વિજપુરવઠો શરૂ થાય તે પહેલાજ પીજીવીસીએલ દ્વારા પોલ ઉપર ફીટ કરેલા વિજવાયરો તુટી પડતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ઉઠેલ હતો.

ગરાળ ગામે તાઉતે વાવાઝોડાને પાંચ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજ સુધી ખેતીવાડી વિસ્તારમાંવિજપુરવઠો શરૂ થયેલ નથી. ત્યારે આંબાવાડી ધરાવતા કનુભાઇ ચાવડાની વાડી વિસ્તારમાં એક માસ પહેલા પીજીવીસીએલ દ્વારા વિજપોલ ઉભા કરી વાયરો ફીટ કરવામાં આવેલ હતા. પરંતુ ખેતીવાડીમાં વિજપુરવઠો આવે તે પહેલાજ પોલ ઉપરથી વાયર તુટી જઇ નિચે પડી જતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યક્ત કરેલ હતો. જોકે પાંચ માસ વિતી ગયેલ હોવા છતાં વિજપુરવઠો આવ્યો નથી ત્યા પોલ પરથીજ વાયરો તુટી નિચે પડી જતાં પીજીવીસીએલની બેદરકારી અને જુના હલકી ગુણવતાના વાયરો પોલ પર ફીટ કરેલ હોવાથી તારના વાયર તુટી ગયેલ હોવાનું ખેડૂતોમાંથી સાંભળવા મળેલ છે. અગાઉ એક વર્ષે પહેલા આ વિસ્તારના ખેડૂતોએ વિજપોલ પરના જુના તારો સળી જતાં તેને બદલી આપવા પીજીવીસીએલના અધિકારીઓને રજુઆતો કરેલ છે. તેમ છતાં વાવાઝોડામાં પોલ સાથે તારના વાયરો તુટી ગયેલ હોવા છતાં જુના અને જર્જરીત તાર વાયરો ફુટ કરી દેતા અને આજ સુધી ખેતીવાડી વિજપુરવઠો શરૂ ન થતા પીજીવીસીએલ સામે રોષ ઠાલવ્યો હતો. આથી પીજીવીસીએલ દ્વારા ખેતી વાડીમાં પોલ પર જુના તાર બદલી નવા વાયરો ફીટ કરી તાત્કાલીક વિજપુરવઠો શરૂ કરવા માંગણી ઉઠી છે..

બોક્ષ્- હાલ વિજપુરવઠો બંધ હોવાથી કોઇ જાનહાની થયેલ નથી પરંતુ વિજપુરઠો શરૂ હોત અને વાયર પડવાથી કોઇજાનહાની થાય તો જવાબદારી કોની ? તેવા અનેક સવાલો ઉઠવા પામેલ.

બોક્ષ્ – ઉમેજ ગામે વિજપોલ ધરાશાઇ…

ઊનાના ઉમેજ ગામે પણ નવા ઉભા કરેલા વિજપોલ માત્ર જમીનમાં પાંચ ફુટની જગ્યાએ બે ફુટ ખાડો ખોદી ઉભા કરેલ હોય પીજીવીસીએલની બેદરકારીના કારણે નવા ઉભા કરેલા વિજપોલ પણ ધરાશાઇ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળેલ હતો..

-ખેતીવાડી-વિજપુરવઠો-આવે-તે-પહેલા-પોલ-પરથી-વિજવાયર-તુટી-પડ્યા-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *