ઉના અને ગીરગઢડા તાલુકામાં સૌથી વધુ નુકસાન થયેલ છે કેશડોલ્સ સહિત ઘરવખરી, મકાન સહાય, કૃષિ પાકો અને બાગાયતી પાકોને થયેલ નુકસાનની સહાય ચૂકવવામાં ભારે વિસંગતતા ઉભી થયેલ હોય ઉના અને ગીરગઢડા તાલુકાના ગામોના લોકોને કેશડોલ્સ સહિતની સહાય સરકારના નીતિ-નિયમો મુજબ સમાન ધોરણે ચૂકવવામાં આવેલ નથી. વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે સહાય મેળવવા માટે ફોર્મ ભરેલ હોવા છતાં પણ સહાય આપવામાં આવેલ નથી. જેથી તમામ ગામોના અસરગ્રસ્તોને સમાન ધોરણે તાત્કાલિક સહાય ચુકવાય તેવી કાર્યવાહી કરાવવા અગાઉ ત્રણ વખત રજુઆતો કરવા છતાં આજદિન સુધી તાલુકાના અસરગ્રસ્તનો સહાય ચુકવવામાં આવેલ ન હોય જેથી ધારાસભ્ય પુંજાભાઇ વંશ, શહેર કોં. પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા, ઉના તાલુકા કોં. રામભાઇ ડાભી, શહેર યુવા પ્રમુખ કમલેશભાઇ બાંભણીયા, બાલુભાઇ બાંભણીયા સહીતના તમામ ગામોના મોટી સંખ્યામાં અસરગ્રસ્તો તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠી ગયા હતા. અને ધારાસભ્ય પુંજાભાઇ વંશે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે લેખિત જવાબ માગતા ઉના વિકાસ અધિકારીએ ૧૦ દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવા લેખિત જવાબ આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
ઉના ગીરગઢડા તાલુકાના અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં ભારે મોટી અનિયમિતતા ગેરરીતિ આચરવામાં આવેલ છે. ખેતી પાકોને થયેલ નુકસાન અંગે પણ સાચા અસરગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર સહાય ચૂકવાયેલ નથી. લુકામાં કેસર કેરીના પાક પર નિર્ભર ખેડૂતોનો કેરી પાક ૧૦૦% નાશ પામેલ છે. અને ખૂબ મોટા પ્રમાણમાં આંબાના વૃક્ષો નાશ પામેલ છે, જેના કારણે ખેડૂતો દસ વર્ષ સુધી આવક મેળવી શકશે નહીં અને આગામી દસ વર્ષ સુધી બેઠા થઈ શકશે નહીં. બાગાયતી પાકના ખેડૂતો એક જ શેઢે આવેલી જમીનમાં સરખું નુકસાન થયું હોવા છતાં એક ખેડૂતને જાહેરાત મુજબ રૂ. ૮૦ હજાર થી રૂ. ૧ લાખ સુધી ચૂકવેલ છે. જ્યારે તેની બાજુના જ ખેડૂતને માત્ર રૂ. ૨૦ થી 30 હજાર ચૂકવવામાં આવ્યા છે, અન્યાયકર્તા છે. ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી ઉના અને ગીરગઢડા તાલુકામાં બહુવર્ષાયુ બાગાય પાકોના અસરગ્રસ્ત તમામ ખેડૂતોને એકસમાન સહાય સમયમર્યાદામાં ચૂકવાય તેવી કાર્યવાહી કરાવામાં આવે તેવી ઉના શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા ગીરસોમનાથ જીલ્લા વિકાસ અધિકારીને સંબોધી ઉના તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી…