ઉના પોલીસ લાઇન ખાતે ઉના નવાબંદર નવદુર્ગા ગરબી મંડળ આયોજીત નવરાત્રી મહોત્સવ માતાજીના છઠ્ઠાના નોરતામાં જાંબુર ગામનુ સિદીબાદશાનુ ધમાલ નૂત્યુનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ સાતમા નોરતે માળીયા તાલુકાના વડીયા ગામનુ મણીયારો રાસ તેમજ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામાનુ ખેલૈયાએ પોતાના રાસથી તમામ લોકોને મગ્નમુધ કરી દીધેલ હતા. આ રાસને નિહાળવા મોટી સંખ્યા લોકો હાજર રહ્યા હતા. અને સમગ્ર નવરાત્રીનું આયોજન ઉના પી.આઇ વિ.એમ.ચૌધરી, પી.એસ.આઇ જે.વી.ચુડાસમા, ભરતભાઇ વાજા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, નવાબંદર પોલીસ સ્ટેશનના ગોવિંદભાઇ મેર તેમજ પ્રદીપસિંહ રાયજાદા દ્ધારા ગરબાનુ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. અને છેલ્લા ઘણા વર્ષો પછી ઉના પોલીસ લાઇનમાં ફરી સુદંર ગરબાનુ આયોજન કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે…

