Gujarat

ઉના પોલીસ સ્ટેશનમાં આરોપીને મળવા આવેલ વેપારીને પોલીસે માર માર્યાની ફરીયાદ…

ઊના પોલીસે બે દિવસ પહેલા લોહાણા વેપારીની દારૂની હેરાફેરીના કેઇસમાં ધડપકડ કર્યા બાદ આરોપી પોલીસ  સ્ટેશનના લોકઅપમાં હોય ગતરાત્રીના સમયે આરોપીને લોકઅપમાં મળવા આવેલ તેના કોટુંબિક ભાઇ પર ફરજ પરના પી એસ ઓ એ માર મારતા મામલો ગરમાતા લોહાણા સમાજના આગેવાનો તથા યુવાનો પોલીસ સ્ટેશને પહોચી જઇ ઉગ્ર રોષ વ્યક્ત કર્યા હતો. અને આ બનાવની ઉચ્ચકક્ષાએ રજુઆત પણ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયેલ

ઉના લોહાણા મહાજન સમાજના અને એમ આર એફ ટાયરના શો રૂમ ધરાવતા વેપારી દિનેશભાઇ જે ભુપતાણીના પરીવારના કુંટુંબીક ભાઇ દારૂની હેરાફેરીમાં પકડાયેલ હોય તેને મળવા પોલીસ સ્ટેશનના લોકઅપમાં ગયેલ હોય એ દરમ્યાન ફરજ પરના પી એસ ઓ દિલીપસિંહએ પ્રથમ દિનેશભાઇને બેફામ રીતે ગાળો આપતા તેમણે વિનંતી સાથે કહેલ કે હું મારા કુટુંબિક સગાને મળવા આવેલ છું તેમ છતાં દિલીપસિંહ ઉગ્ર બની માર મારવા લાગેલ હોય જે સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસી ટીવી કેમેરામાં કેદ થયેલ છે. આમ પોલીસ દ્વારા વેપારી ઉપર ખોટી રીતે માર મારી ગેર વર્તન કરતા હોય ત્યારે સામાન્ય વ્યક્તિનું શું થતુ હશે. ત્યારે ફરજ પરના પીએસઓ દિલીંપસિંહે વેપારીને ગાળો કાઢી મારમારેલ જેની વિરૂધ પોલીસ ફરીયાદ થવી જોઇએ. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજુઆત દિનેશભાઇ ભુપતાણીએ કરી હતી. અને જો તટસ્થ પગલા ભરવામાં નહી આવે તો ગાંધીચિધ્યા માર્ગે ઉના લોહાણા સમાજ દ્વારા આવેદન પત્ર અને અનશન આંદોલન કરવાની ચિમકી પણ આપેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *