ગિરગઢડા
ભરત ગંગદેવ
ઉનાની કન્યા વિદ્યાલયથી કન્યાઓની એક વિશાળ રેલી મુખ્ય માર્ગ ઉપર બેનર લઈ મહિલા હિંસા નાબુદી, ઘરેલુ હિંસા ત્થા બાળ શોષણ અત્યાચાર રોકવા સમાજનાં વડીલો, મા-બાપને અત્યાચાર બંધ કરવા માન-સન્માન આપવા સંદેશો આપશે. તેમજ ૩૦૦૦ ઘરોમાં ૩ મીણબતી વિતરણ કરી રાત્રીના
૯.૩૦ કલાકે ઉનાનાં સોમનાથ બાગમાં ત્થા દરેક ઘરે ૩ મીણબતી પ્રગટાવી મહિલા ઘરેલુ હિંસા, બાળ શોષણ અને અત્યાચાર, મા-બાપ, વડીલો ઉપર અત્યાચાર રૂપી અંધકારને દૂર કરી સમાજના આ ત્રણ દુષણો દૂર કરવા સંકલ્પ લેશે. તેમા ભાગ લઈ સહકાર આપવા આયોજકોએ વિનંતી કરી છે.
ઉનામાં આજે આંતરરાષ્ટ્રિય મહિલા હિંસા નાબુદી દિવસની ઉજવણી કરવામા આવી છે
એક દિવાળી માનવતાની સંસ્થા દ્વારા…. વિશાળ રેલી કાઢવામાં આવી


