ઉના તાલુકાના લામધાર અને યાજપુર સુધી શહેરના મુખ્ય હ્રદય પરથી પસાર થતાં નેશનલ હાઈવે માર્ગ ગત ચોમાસામાં બિસ્માર બનતાં તાત્કાલીક નવીકરણ કરવા જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશએ રજુઆત કરેલ. અને ત્યાર બાદ આ માર્ગને રીપેરીંગ કામ કરેલ હતું. પરંતુ તાજેતરમાં ચોમાસુ આવતાં પાછતર વરસાદને કારણે મૂખ્ય નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં મૂકાઈ ગયેલ. અને દસ કિ.મી. દુર સુધીનાં આ માર્ગમાં મોટા મોટા ખાડાઓ પડી જતાં ધુળની ડમરીના કારણે ઉના શહેરના વેપાર ઉધોગ અને નાનાં મોટા વેપારીઓને ભારે પરેશાનીઓ વેઠી રહ્યાં છે.
રોડ બિસ્માર બનતા વાહન ચલાવવા મુશ્કેલ બની ગયાં છે. શહેરી વિસ્તારમાં ભારે મોટા વાહન પસાર થતાં નેશનલ હાઈવે માર્ગ પર ટ્રાફીક સમસ્યા વિકટ બની રહી છે. અકસ્માતના કારણે લોકોની જાન જોખમમાં મુકાય છે. વાંરવાર આ નેશનલ હાઈવે માર્ગ ઉના શહેરી વિસ્તારમાંથી પસાર થવાનાં કારણે લોકોનાં ધંધા રોજગારને પણ નુકશાન થયુ રહ્યુ છે. લોકોના આરોગ્યને પ્રદુષણ અને ધુળના કારણે બગડી રહ્યુ છે.
આ બાબતે જીલ્લા કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશએ રજુઆત કરેલ અને ત્યારે લામધાર ગામેથી લઈને યાજપુર સુધી શહેરનાં મુખ્ય હ્રદય પરથી પસાર થતાં નેશનલ હાઈવે માર્ગ નવો બનાવવા ખાત્રી આપેલ. અને તેનાં ટેન્ડર બહાર પાડેલ એજન્સી નકકી કરવા સુધીની પ્રક્રિયા કરવામાં આવેલ હતી. તેમ છતાં આજ દિવસ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી શરૂ નહીં કરાતાં રોષ વ્યકત કરી આ બિસ્માર હાલતમાં મુકાયેલ માર્ગ તાત્કાલીક નવીકરણ કરવા માંગણી સાથે જીલ્લા કલેકટર અને નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર પાઠવી રજુઆત કરેલ છે.
