Gujarat

ઉનાના ઉમેજ, પાતાપર વાડીમાં ગોઠણ ડુબ પાણીમાં મગફળીના પાથરા તરતા થયા…

ઊના પંથકમાં બુધવારે સમી સાંજના સમયે કડાકાને ભડાકા સાથે ભારે વરસાદએ રમઝટ બોલાવતા એક કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ઉના, સામતેર, સનખડા, ઉમેજ, પાતાપર, નંદરખ, નેસડા, કાંધી, પડા,  નાના સમઢીયાળા સહીત ગામોમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં ગોઠણ ડુબ પાણી ભરાતા ખેડૂતોના ઉભા પાક તેમજ તૈયાર થયેલ પાક મગફળી, મકાઈ, તુવેર, અજમો, સોયાબીન, જાર, બાજરીમાં પાણી ભરાય જતાં પાકમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ઉમેજ ગામના શિવાભાઈ ગેલાની ખેડૂતના ૨૦ વિધાની જમીનમાં મગફળીના પથરા પડેલ હતા. જે અચાનક વરસાદના કારણે ખેતરમાં ગોઠણ ડુબ પાણી ભરાય જતાં તૈયાર થયેલ મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળેલ હતા. આ ઉપરાંત પાતાપર ગામના ખેડૂત પ્રદિપભાઇ કાકુભાઇ છોડવડીયાના ખેતરમાં તુવેર તેમજ મકાઇનો પાક ઉભો હોય તેમાં પણ ગોઠણ ડુબ પાણી ભરાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયેલ છે. વરસાદના કારણે મગફળી, ડુંગળી, જાર, બાજરી, અજમો, સોયાબીન તેમજ કઠોળ જેવા પાકોને મોટું નુકસાન થયુ છે. આમ ઊના તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોએ મગફળી કાઢવાની શરૂઆત કરેલ પરંતુ  બુધવારે અચાનક અણધાર્યો વરસાદ આવી પડતાં ખેડૂતો ઉપર મોટી આફત આવી પડી હતી. વરસાદથી ખેડૂતોની મગફળીનો પલો પણ પલળી ગયો હોવાથી માલઢોરને આખું વર્ષનો ધાસચારો આપવો મુશ્કેલ બની ગયેલ છે.

-મગફળી-ના-પાથરા-તરતા-થયા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *