હાલ ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવનું આયોજન ચાલી રહ્યું છે. ત્યારે ઉનાના માણેકપુરની વિદ્યાર્થીનીઓ સિમર માધ્યમિક શાળા અભ્યાસ કરે છે. જેમાં હિરલબેન મનુભાઈ રાઠોડ તેઓ જિલ્લા કક્ષાની ૪૦૦ મીટર વિઘ્ન દોડમાં પ્રથમ આવેલ છે. તેમજ જિલ્લા કક્ષાની ૮૦૦ મીટર દોડમાં દ્વિતીય આવેલ છે. અને મંજુબેન ભીમાભાઇ રાઠોડ તાલુકા કક્ષાની ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ આવેલ છે. માણેકપુર પ્રાથમિક શાળામાં તેમનું સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં તાલુકા પંચાયતના સભ્યના પ્રતિનિધિ ભરતભાઈ ચીનાભાઇ રાઠોડ અને શાળાના સ્ટાફ દ્વારા પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હત. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સનુભાઈ રાઠોડ, મોહનભાઈ રાઠોડ, ધીરુભાઈ શિયાળ, ભાવેશભાઈ, અશ્વિનભાઈ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


