ઊનાના ઉમેજ પ્રા.શાળામાં ધો.૬ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દેવેન્દ્રસિંહ ભરતભા વાળા લોટસ અમૃત મહોત્સવ જુનાગઢ બાઉદિન કોલેજ દ્વારા યોજાયેલ દોડની સ્પર્ધામાં ૧ કિ.મી.લાંબી દોડમાં બીજુ સ્થાન પ્રાપ્ત કરી ઉમેજ પ્રા.શાળાનું તેમજ ઉમેજ ગામ અને સમગ્ર વાળા પરીવારનું નામ દીપાવ્યુ હતું. આ દોડની સ્પર્ધા યોજાયેલ જેમાં ૧૫ વિદ્યાર્થીઓને દોડાવવામાં આવ્યા હતા. જેમાં દેવેન્દ્રસિંહ દોડમાં બીજા સ્થાને આવતા ચિલ્ડ અને પ્રમાણ પત્ર મેળવેલ તે બદલ ગ્રામ પંચાયત દ્વારા અભિનંદન પાઠવેલ છે.


