ઊના એસટી બસ ડેપોમાં દિવાળીના તહેવાર નિમીતે મુસાફરોને મુશ્કેલી ના પડે તેને ધ્યાને રાખી વધારાની બસો અલગ અલગ રૂટ પર મુકવામાં આવી હતી. જેમાં દિવાળીના ૧૦ દિવસમાં લાખો રૂપિયાની કમાણી કરેલ છે. ઉના એસટી બસ ડેપો મેનેજર મયુરભાઇ રાઠોડે જણાવેલ હતુ મે ઉના બસ સ્ટેશનમાં તહેવારોને ધ્યાને રાખી ૬ બસો અલગ અલગ રૂટ પર તા.૧ થી ૧૦ નવે. સુધી અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જુનાગઢ, ઓખા, દ્રવારકા સહીતના રૂટ પર એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવેલ હતું. જેમાં વધારાની ૬ એકસ્ટ્રા બસ મુકાતા રૂ.૭.૫૦ લાખની આવક થઇ હતી. આમ દિવાળીના તહેવારોમાં ઉના બસ સ્ટેશનમાં મુસાફરોની અવર જવર વધતી હોય છે. જેના કારણે લોકો વ્યવસ્થિત બેસી અને મુશ્કેલી વગર મુસાફરી કરી શકે તેવા હેતુથી આ વધુ બસનું સંચાલન કરી દસ દિવસમાં લાખોની આવક થઇ હતી.
