Gujarat

ઊના દેલવાડા રોડ પર છકડો રીક્ષા-બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત એક ગંભીર…

ઊના દેલવાડા રોડ પર છકડો રીક્ષા ચાલક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોચતા સારવાર દરમ્યાન યુવાનનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવાનને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડાયેલ હતા..

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ લાલાભાભઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૧૮ તેમજ ભીમભાઇ ધેલુભાઇ મોઢકીયા રહે. હરમડીયા તા. કોડીનાર બન્ને યુવાનો બાઇક નં. જી.જે. ૧૪ એઆર ૦૪૪૧ દિવ તરફ થી પરત પોતાના ઘરે આવતા હતા. ત્યારે ઉના દેલવાડા રોડ ઉપર આવેલ નર્સરી પાસે છકડો રીક્ષા નં. જી.જે. ૩૨ યુ ૧૧૪૦ નો ચાલક પુરઝડપે ચલાવી બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવારે બન્ને યુવાનો નીચે પટકાતા લાલાભાઇ તેમજ ભીમભાઇને માથા, પગના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. અને આ ગંભીર અકસ્માત થતાં તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયેલ અને બન્ને ઇંજાગ્રસ્ત યુવાનોને ઉના સરકારી હોસ્પીટલે સારવાર ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન લાલાભાઇ ભુપભાઇ મકવાણાનું મોત નિપજેલ હતું. જ્યારે ભીમભાઇને પગમાં ફેક્ચર થયેલ આ ગંભીર ઇજાઓ થતા હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ છે. આ ગંભીર અકસ્માતમાં છકડો રીક્ષા પણ રસ્તા પર પલ્ટી ખાઇ હતી. આ અંગે અકસ્માતની ઘટના બનતા મૃતકના પિતાએ છકડો રીક્ષા ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ…

-રોડ-પર-છકડો-રીક્ષા-બાઇક-વચ્ચે-અકસ્માતમાં-મોત-એકને-ગંભીર-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *