ઉના પીજીવીસીએલ ડિવિઝન કચેરી હેઠળ સબ ઉના-2 માં ફરજ બજાવતા અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર બન્ને ભાગીદારીમાં કામ રાખતા હોય તેમ પીજીવીસીએલના અધિકારી ડીઇ દ્વારા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર ન હોવા છતાં એડવાન્સમાં કામ આપી દીધેલ હોય અને તે પણ ઓનલાઇન કરવાના બદલે પોતાની મનમાની મુજબ ઓફલાઇન સ્ક્રીમ કરી કામ આપી મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય આથી આ કામની યોગ્ય તપાસ કરવામાં આવે તો આ સીવાય વધુ મોટું કોભાંડ બહાર આવે તેમ હોય આ બાબતે ભરતભાઇ ભીખાભાઇ રાઠોડે મેનેજીંગ ડાયરેક્ટર પીજીવીસીએલ રાજકોટને લેખિત રજુઆત કરી માંગણી કરી હતી..
ઊના પીજીવીસીએલ એમ વી બાંભણીયા (DE) તરીકે ફરજ બનાવતા હોય તેમણે ઉના-૨ સબડિવિઝનમાં કામ કોન્ટ્રાકટર જીગ્નેશભાઇ પુરોહીત આમ અધિકારી અને કોન્ટ્રાક્ટર બન્ને ભાગીદારીમાં પીજીવીસીએલના કામ કરે છે. ડિવિઝન ઓફિસ માંથી આપવામાં આવેલ વર્ક ઓર્ડર નંબર-1415/22-11-17 17 થી આપવામાં આવેલ છે તે ઓડર પૂર્ણ થઇ ગયેલ છે. તેમ છતાં HT, LT લાઇન કામ કરવા માટે મટીરીયલ લેવામાં આવેલ છે. અને આ મટીરીયલ મળ્યા બાદ સ્થળ ઉપર એચવીડીએસ સ્કીમનું કામ કરવામાં પણ આવેલ. પરંતુ હાલમાં તા.08 ઓગસ્ટ 2021 સુધીમાં આ કામના બિલ મુકવામાં આવેલ ન હોય અને ઉના-2 માં એમ વી બાંભણીયા (DE)એ એડવાન્સ વર્ક ઓર્ડર વિના કામ આપવામાં આવેલ અને લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાનો આક્ષેપ ભરતભાઇ ભીખાભાઇ રાઠોડે કરેલ છે. આ બાબતે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસ રાજકોટ લેખિત રજુઆત કરી છે..
