Gujarat

ઊના શહેર બન્યુ ધુળીયુ, બિસ્માર રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા…

ઊના શહેર માંથી પસાર થતો હાઇવે રોડ ચોમાસા દરમ્યાન અતિ બિસ્માર બની ગયેલ હોય રસ્તા પર ખાડાને લીધે વાહન પસાર થતી વખતે કાકરી અને ધુળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે વેપારીઓ, રાહદારીઓ, લારી ગલ્લા સહીત નાના મોટા વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસા બાદ મુ્ખ્ય રસ્તો બિસ્માર થઇ ગયેલ હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આજ સુધી રીપેરીંગ કે નવિનીકરણ કરવામાં આવેલ નથી. જોકે શહેરનો મુખ્ય રસ્તો હોય જવાબદાર તંત્રના અધિકારીઓ પણ આ શહેરના રસ્તા માંથી પસાર થવા હોવા છતાં રોડની મરામત કરવા કોઇજાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. ધુળની ડમરીના કારણે લોકોના સ્વાથ્ય પર ગંભીર અસર પડી રહી છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય ત્યારે બિસ્માર રસ્તાને તાત્કાલીક રીપેરીંગ કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *