Gujarat

ઊનાના ખડા દરીયાના કાંઠે ૯ ફુટ લાંબા અજગરને મોતને ઘાટ ઉતારી જમીનમાં દાટી દેવાયો….

મૃતક અજગરને જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડાયો.

વનવિભાગ દ્વારા શખ્સોને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા..

ઊનાના દરીયાઇ કાંઠા વિસ્તારમાં આવેલ ખડા ગામે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ૯ ફુટ લાંબા અજગરને મોતને ધાટ ઉતારી દઇ બાદમાં તેને દરીયાના કાંઠે જમીનમાં દાટી દેવાયેલ હોવાની બાતમી આધારે વનવિભાગે મૃતક અજગરનો કબ્જો લઇ જશાધાર એનિમલકેર સેન્ટરમાં પીએમ માટે સેડાયેલ છે.

ખડા ગામના દરીયા કાંઠે એક ૯ ફુટનો અજગર ને કોઇ શખ્સો દ્વારા મારી નાખેલ હોય અને બાદમાં તેને દરીયા કાંઠે જમીનમાં દાટી દેવાયેલ હોવાની બાતમી વનવિભાગને મળતા વનવિભાગનો સ્ટાફ રાત્રીના સમયેજ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલો અને દરીયા કાંઠે જમીનમાં ખોદ કામ કરતા અજગરનો મૃતદેહ જોવા મળેલ હતો. મૃતક અજગરને બહાર કાઢી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે. આ મૃત અજગરના મોઢા પર ઇજા જોવા મળેલ હોય જેથી કોઇ શખ્સો દ્વારા આ અજગરનો શિકાર કરી હુમલો કરેલ અને મારી નાખેલ બાદમાં તેને દાટી દીધેલ હોવાનું વનવિભાગના સુત્રો માંથી જાણવા મળેલ છે. વનવિભાગ દ્વારા અજગરના મૃતદેહને જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડાયેલ છે. આવું કૃત્ય કરનારા શખ્સોને ઝડપી પાડવા વનવિભાગે ચક્રગતિમાન કરેલ છે. અને પીએમ બાદ અજગરના મોતનુ સાચુ કારણ બહાર આવશે. અને આવા કુત્ય કરનાર શખ્સોની પણ તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું વનવિભાગ દ્વારા જાણવા મળેલ.

-દરીયાના-કાંઠે-૯-ફુટ-લાંબા-અજગરને-મોતને-ઘાટ-ઉતારી-જમીનમાં-દાટી-દેવાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *