Gujarat

ઊનાના ખાપટ ગામે સરકારી કુવામાં દારૂની કોથળીઓ અને બોટલોથી ખદબદી રહ્યુ છે.

કુવાનું દુષિત પાણી ગામ લોકોને પીવા માટે ઉપયોગ થતા ગંભીર બિમારીને આમંત્રણ..

ઉનાના ખાપટ ગામમાં આવેલ સરકારી કુવામાંથી અજાણ્યા શખ્સો દ્વારા દારૂની કોથળી તેમજ બોટલો નાખી દેતા હોવાના કારણે પીવાનું પાણી દુષિત થતા ગામ લોકોમાં રોષ ઉઠવા પામેલ છે. અને આ પાણી લોકોને પીવામાં ઉપયોગ થતો હોય જેથી કુવામાં કોથળી, બોટલો નાખનાર સામે પગલા લેવા ગ્રામજનોની માંગ ઉઠી રહી છે. ખાપટ ગામમાં ઉના ગીરગઢડા રોડ પરજ સરકારી કુવો આવેલો છે. આ કુવામાંથી લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે. પરંતુ આ કુવાની હાલત જોવામાં આવેતો કુવાની અંદર પાણીમાં દારૂની કોથળીઓ તેમજ બોટલો તરતી જોવા મળે છે. આજ પાણી લોકોને પીવા માટે વિતરણ કરવામાં આવતુ હોય જેથી લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડાય રહ્યો છે. ત્યારે આવા અસામાજીક તત્વો દ્વારા રાત્રીના સમયે દારૂ પી ને કુવામાં કોથળીઓ તથા બોટલો ફેકી દેતા હોવાથી તેમના પર યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનોની  માંગ સાથે રોષ ભભૂકી ઉઠેલ છે. અને આ કુવાને તાત્કાલીક સફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.

-ગામે-સરકારી-કુવામાં-દારૂની-કોથળીઓ-અને-બોટલોથી-ખદબદી-રહ્યુ-છે-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *