Gujarat

ઊનાના નવાબંદર દરીયામાં લાપતા થયેલા ૮ ખલાસી પૈકી વધુ ૪ માછીમારના મૃતદેહ ૩૬ કલાક બાદ મળ્યા..

એનડીઆરએફની ટીમે રેશ્ક્યુ ઓપરેશન બોટ દ્વારા હાથ ધર્યુ,  હજુ ૫ માછીમારના સગડ મળ્યા નથી…

જીલ્લા સાંસદ સહીત ભાજપનું પ્રતિનિધી મંડળે મુલાકાત કરી બોટ માલીકોને આશ્વાસન આપ્યું…

ઊના – ૩૬ કલાક પહેલા ઉનાના નવાબંદર ગામે દરીયા કિનારે ભારે પવન સાથે તોફાન સર્જાતા ૮ માછીમારો દરીયામાં લાપતા બનેલ હતા. જેમાં ગતરાત્રીના એક માછીમારનો મૃતદેહ હાલ લાગેલો હતો. અને ત્યાર બાદ એનડીઆરએફની ટીમ કાર્યરત થતાની સાથે હોડી મારફતે રેશક્યુ ઓપરેશન હાથ ધરતા બપોર સુધીમાં ૪ વધુ માછીમારના મૃતદેહને શોધી કાઢવા સફતા મળી હતી. ૩૬ કલાક બાદ નવાબંદરમાં દરીયા કિનારે આવેલ ભાખોડા વિસ્તારમાંથી રામુભાઇ જીવાભાઇ બાંભણીયા રહે.ખડા તેમજ નરશીભાઇ જીવાભાઇ ચોહાણ ખારવા રહે.નવાબંદર, કલ્પેશભાઇ રાણાભાઇ સોલંકી રહે. નવાબંદર, સાગરભાઇ જીતુભાઇ રાઠોડ રહે.માણેકપુર વાળાનો મૃતદેહ મળી આવતા બન્ને મૃતદેહ ઉના સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડાયેલા હતા. અને આ બન્ને પરીવારોને સોપવામાં આવતા ભારે રૂદન સાથે માછીમાર સમાજમાં શોકનું મોજુ છવાયેલ હતું. સમગ્ર બંદર વિસ્તારમાં તોફાની વાવાઝોડાની ઘટના બાદ માછીમાર ઉદ્યોગમાં છન્નટો છવાય ગયેલ છે. અને ધંધારોજગાર ઠપ્પ થઇ જતાં માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા બોટ માલીકો તેમજ મચ્છીયારાઓ અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં દશ ડુબેલી બોટોને પણ દરીયા કિનારે લાવવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે. તેમજજ ૪૨ બોટોને આંશિક નુકસાન પહોચેલ હોય તેના સમારમ કામો કરવા સાગમપે બોટોને દરીયા કિનારેથી પાર્કિગ સુધી કેમ પહોચાડવી તેની સમસ્યા માછીમારો માટે માથાના દુખાવારૂપ બની રહી છે.

ગઇકાલે બનેલી આ ગંભીર ઘટના બાદ સતત દરીયા કિનારે વહીવટી તંત્ર, માછીમાર સમાજના આગેવાનો તેમજ રાજકીય પ્રજાના પ્રતિનીધીઓની સતત અવર જવર રહેતી હોય અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને માછીમારો ઉપર આવેલી આફતને વહેલી તકે હલ થાય તેવા પ્રયત્ન કરી આશ્વાસન આપી રહ્યા છે. આજે નવાબંદર ખાતે જીલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ચોહાણ, જી. પં. સભ્ય હરીભાઇ સોલંકી, તા. પં. પ્રમુખ પતિ સામતભાઇ ચારણીયા, નવાબંદરના સરપંચ સોમવારભાઇ મજીઠીયા, માછીમાર આગેવાન સલીમભાઇ બબન તેમજ ગામના માછીમાર મંડળના પ્રતિનીધીઓ સાથે બંદરની મુલાકાત લઇ ઘટના સ્થળે નિરીક્ષણ કરી માછીમાર આગેવાનો સાથે બેઠક કરી સમગ્ર ઘટનામાં સર્જાયેલ તારાજીની સમીક્ષા કરી માછીમારોની સમસ્યા અને રજુઆતો સાંભળી વહેલીતકે તેવોને તમામ પ્રકારે મદદરૂપ થવા આશ્વાસન આપેલ હતું. અને બનેલી ઘટના ઉપર દુખદ વ્યક્ત કરી હાલ હજુ ૩ માછીમારના મૃતદેહો વહેલીતકે શોધી કાઢવા તંત્રને સુચનાઓ આપેલ હતી. તેમજ માછીમારના મૃતદેહ અંગેની ચિંતા વ્યક્ત કરી હતી..

બોક્ષ્ – બોટોની ક્ષમતા કરતા જેટી નાની હોવાથી બોટો રાખવા મુશ્કેલી…

 

નવાબંદર ગામની સંપૂર્ણ વસ્તી માછીમાર વ્યવસાય સાથે જોડાયેલ હોય અને વર્ષો જુની જેટી બનાવેલ હોય તે હાલ તદન જર્જરીત બની ગયેલ છે.ે તેમજ દરીયાઇ કાંઠા વિસ્તારમાં બોટો પાર્કિગ કરી શકાય તેવી કોઇજ વ્યવસ્થા ન હોય આ જેટી નવી બનાવવા અને ત્યાં પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવા આધાનિક નવિકરણ કરવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાષ્ટ્રપતિ દ્વારા ખાત મૂહૂર્ત થઇ ગયા હોવા છતાં હજી બંદર જેટી વિસ્તારમાં કોઇજ પ્રકારની કામગીરી હાથ ધરાયેલ ન હોવાના કારણે હાલ જેટીની ક્ષમતા કરતા વધુ બોટો માછીમારની હોવાથી અવાર નવાર વાવાઝોડા અને ભારે તોફાન વચ્ચે દરીયો ગાંડોતૂર બને છે. તેવા સમયે બોટોને દરીયા કિનારેથી ૨ થી ૫ કિ.મી. દૂર સુધી લંગારી રાખવામાં આવતી હોય તેમાં માછીમારોને ભારે ઉછળતા દરીયાના મોજા વચ્ચે પણ બોટમાં રહીને જીવના જોખમે રાત દિવસ પસાર કરવા પડે છે. આ બાબતે જેએમસી તંત્ર દ્વારા તાત્કાલીક બંદરના વિકાસ કામગીરીને ઝડપી પૂર્ણ કરવી જોઇએ…

બોક્ષ્ – ફિશરીઝ વિભાગે સાવચેતી આપી હોત તો જાનમાલની તારાજી રોકી શકાત….

વેધર એનાલીસીશની અત્યાધુનિક ટેકનોલોજી હોવા છતાં ફિશરીઝ વિભાગે સાવચેતીથી બોટોને રોકી હોત તો ઉના નજીક બંદરો પર ફુકાયેલ વાવાઝોડામાં જાનમાલની તારાજી રોકી શકાયેલ હોત પણ આવી કોઇ સુચના નતો મોસમ વિભાગે આપી કે ના મત્સ્યોદ્યોગે આપી તેમ છતાં માછીમારોની સુજસમજણના કારણે ફીસીંગમાં જતા અટકીને કાંઠા નજીક બોટો રાખવા છતાં આ દર્દનાક ઘટના બની અને તેમાં ૮ સાગર ખેડૂના જીવ ગુમાવા પડ્યા અને ૫૨ જેટલી બોટોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવું પડ્યું….

 

બોક્ષ્ – મૃતક પરીવારોના ઘરોમાં શોકનું મોજુ….

સમુદ્ર તાંડવમાં ગાંડાતૂર બનેલા દરીયામાં માછીમારોની જાનનીબાજી અને બોટો રમકડાની જેમ ફંગોળાઇ જેમાં બોટોના મશીનો ફિસીંગ જાળ, સાધનો સહીત બોટો નાશ પામી ગઇ. તેનો રંજ બોટ માલીકોને રહ્યો નથી. પરંતુ માછીમારોના મોતનો શોક આજે પણ તેમના હદયને કંપારી છોડી રહ્યો છે. નવાબંદર, માણેકપુર, ખડા સહીત ચાર ગામોના સાગર ખેડૂતોના સ્વજનોના ઘરોમાં આ કરૂણ ઘટનાથી શોકનું મોજુ છવાયેલ છે. અને પોતાના પરીવારોના કમાવનાર સભ્ય ગુમાવ્યાનો શોક છવાય ગયેલ છે. ૮ ઘરોના પરીવારો આ કંરૂણતાથી આંસુઓ છલકી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *