દેલવાડા ગેસ્ટ હાઉસ, અમદાવાદ, માઉટ આબુ સહીત જુદી જુદી જગ્યાએ અવાર નવાર એક વર્ષથી દુષ્કર્મ ગુજારતો હતો….
ઊનાના જાખરવાડા ગામનો શખ્સે નવાબંદર ગામની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અવાર જવાર જુદી જુદી જગ્યાએ તેમજ દેલવાડા ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દોઢેક વર્ષથી દુષ્કર્મ આચરતા હોય આ અંગે યુવતીએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ નરેશ ઉર્ફે દીલીપ રાણા સોલંકી રહે. ઝાખરવાડા વાળાએ નવાબંદર ગામની યુવતી અને હાલ ભીંગરણ રહેતી યુવતી ઉ.વ.૨૦ ને દોઢેક વર્ષ પહેલા રીક્ષામાં બેસી છુટક મજુરી કામે જતી હોય અને રીક્ષામા પોતાના નવાબંદર ધરે જતી હોય એ દરમ્યાન આ શખ્સ રીક્ષામાં નવાબંદર સુધી આવતો હોય ત્યારે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ગયેલ હતો. અને બન્ને ફોનમાં વાતચીતો કરતા અને શખ્સે યુવતીને દિવ અને દેલવાડા શીવમ ગેસ્ટ હાઉસમાં યુવતીને લઇ જઇ હું તારી સાથે લગ્ન કરીશ તેવી લાલચ આપી તેમની મરજી વિરૂધ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદ દિલીપે કહેલ કે આપણે બન્ને લગ્ન કરવા છે જેથી ઉના બસ્ટેશને આવી જજે અને બન્ને બહાર ગામ લગ્ન કરી લેશુ તેમ લગ્નની લાલચ આપી લઇ ગયેલ હતો. અને દિલેપે કહેલ કે મારા લગ્ન થઇ ગયેલ છે. મારે બે સંતાન છે હું તારી સાથે લગ્ન નહી કરી શકુ તેમ વાત કરેલ. ત્યાર બાદ યુવતીને અલગ અલગ જગ્યાએ અમદાવાદ, માઉટઆબુ સહીતના સ્થળોએ લઇ જઇ ગેસ્ટ હાઉસમાં તેમજ ઉનાના ભડીયાદર, દેલવાડા ગામે તેમના મિત્રના ઘરે આમ દીલીપે જુદી જુદી જગ્યાએ લઇ જઇ અવાર નવાર યુવતીની મરજી વિરૂધ દુષ્કર્મ ગુજારેલ હતું.
આમ બે સંતાનના પિતાએ યુવતીને લગ્નનની લાલચ આપી અલગ અલગ જગ્યાએ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દોઢેક વર્ષમાં અવાર નવાર દુષ્કર્મ આચરતા યુવતી આ નરાધમ વિરૂધ નવાબંદર પોલીસમાં ફરીયાદ નોધાવતા ઉના પોલીસે તપાસ હાથ ધરી શખ્સની શોધખોધ શરૂ કરી દીધેલ હતી.
