જીલ્લા કક્ષાના કલા-ઉત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાય હતી. જેમાં ઊનાના રાણવશી પ્રા.શાળામાં ધો.૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કિંજલબેન રમેશભાઇ બાંભણીયાએ પ્રથમ સ્થાને વિજેતા બની હતી. આમ ઉના તાલુકાના નાના એવા રાણવશી ગામની પ્રા.શાળા જીલ્લા કક્ષાના કલા ઉત્સવ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ઉના પંથક તથા ગામનું ગૈરવ વધાર્યુ છે. આ વિદ્યાર્થીનીને શાળા પરીવાર તથા ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.


