ઊનાના સનખડા ગામે ઘર પાસે પાર્ક કરેલ કારમાં દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી આધારે પોલીસે કારની તલાસી લેતા કાર માંથી વિદેશી દારૂની બોટલનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડેલ જ્યારે દારૂ આપી જનાર શખ્સને પાકડી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ રહે સનખડામાં પોતાના ઘર પાસે પાર્ક કરેલ કાર નં.જીજ ૩ એફકે ૬૦૨૫ માં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે પાંચાભાઇ બાંભણીયા, અરવિંદભાઇ પરસોતમભાઇ સહીત પોલીસ સ્ટાફે કારની તલાસી લેતા કારની અંદર પાછળની ડીકીમાં ગે.કા. છુપાવેલ વિદેશી દારૂની બોટલો નં.૨૭૬ રૂ.૬૭ હજારથી વધુ તેમજ કાર સહીત કુલ કિ.રૂ.૨,૬૭ લાખથી વધુનો મુદામાલ સાથે વિજય કાળુ ગોહીલ રહે. સનખડા વાળાને ઝડપી પાડેલ હતો. આ અંગે પોલીસે વધુ પુછપરછ કરતા જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડે આ દારૂનો જથ્થો આપી ગયેલ હોવાનું ખુલવા પામેલ હતું. અને તેને પકડી પાડવા પોલીસ ચક્રો ગતિમાન કરેલ છે.


