ઊના – સામાન્યય રીતે ચુંટણી આવે ત્યારે ઉમેદવારો દ્રારા સરકારે નિયત કરલ ખર્ચની અનેકગણા ખર્ચાઓ મતદારોને રીઝવવા માટે કરતા હોય છે. પછી ભલે ચુંટણી સામાન્ય હોય પરંતુ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોધાવનાર ૩૪ વર્ષના યુવાને સમગ્ર ચુંટણી દરમ્યાન અને અંતમાં મતગણતરી સુધીમાં ફક્ત રૂ.૧૩૦ નો ખર્ચ કરી વિજેતા બનેલ…
સૈયદ રાજપરા ગ્રામ પંચાયતની ચુંટણી સામાન્ય રીતે તંત્ર માટે માથાના દુખાવા સમાન હોય અને સમસ્યાથી ઘેરાયેલ આ ગામની સમસ્યા કોઇ હોય તો તે પાણીની સમસ્યા અને ગુજરાત રાજ્યની મોટામાં મોટી પ્રા.શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યા અને આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં પણ આ સમસ્યા હતી. ત્યાને ત્યાં હોય અને આ સમસ્યાને હલ કરવાનના દ્રઢનિશ્ર્ચીત સાથે ગામના ૩૪ વર્ષના સામાન્ય યુવાન ભરતભાઇ વાઘજીભાઇ કામળીયાએ સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોધાવી. અને મિત્રોના સહકારથી તમામ વોર્ડના ઉમેદવારોની પેનલ બનાવી અને ત્રીપાંખિયા ચુંટણી જંગના મડાણ થયા જ્યારરે સામા પક્ષે અનુભવ અને સક્ષમ ઉમેદવારો ચુંટણી જંગમાં જ્યારે ભરતભાઇ અને તેમની ટીમે પણ પ્રચારના શ્રીગણેશ કર્યા પ્રચાર દરમ્યાન પણ મતદારોને રીઝવવા કોઇપણ પ્રકારનો નેગેટીવ પ્રચાર કર્યા નહી અને સામેના ઉમેદવારોની કોઇ વિરોધની વાત ન કરી અને ફક્ત એકજ વાત કરી પાંચ વર્ષ દરમ્યાન અમે શું કરીશું બસ આ વાત પ્રચાર દરમ્યાન કરી અને લોકોએ મત આપ્યા અને ચુંટણી પ્રચાર દરમ્યાન કે ચુંટણી પ્રચાર બાદ મતદારોને રીઝવવા એકપણ પૈસાનો ખર્ચ કરેલ નથી. અને પ્રચાર દરમ્યાન ચા પીવાની પણ ઇચ્છા થાય તો મતદારોની ચા પિધી હતી. બસ દસ દિવસ સુધી લોકોને મળ્યા અને ગામની સમસ્યાની વાત કરી અને ચુંટાશુ તો અમે કામ કરીશું આ સુત્ર અને આ વાત કરી ચુંટણી પૂર્ણ કરી અને મતદાન દિવસે પણ તેમના ટેકેદારો અને મિત્રો પોતાના ખર્ચ મતગણતરી માટે સાથે આવેલ અને ચુંટણીનું પરીણામ જાહેર થતાં ભરતભાઇ કામળીયાનો ૩૮૪ મતે વિજય થયેલ અને મતગણતરી દરમ્યાન ખિસ્સામાં રૂ. ૨૦ હતા. અને એ રૂ. ૨૦ ની પાણી બોટલ મંગાવી ને રૂ.૧૩૦નો ખર્ચ પુરો કર્યો. ચુંટણી દરમ્યાન ઉમેદવારો સ્લીમ છપાવતા હોય છે. અને ગામમાં બેનરો લગાવતા હોય છે. આ સ્લીપ અને બેનરનો ખર્ચ પણ તેમના મિત્રોએ કરેલ હતો. અને ચુંટણી જીત્યા પછી પણ ગામમાં કોઇને મો મિઠા કરાવ્યા નથી. અને ગામના આગેવાનોને મળવા ગયેલ તે વખતે સરપંચ ભરતભાઇને લોકો હાર પહેરાવતા હતા. પરંતુ તેમણે હાર પહેરવાની આગેવાનોને ના પાડી અને હારના જે પૈસા થાય તે પૈસાનો ઘાસનો પુડો લઇ ગાયોને ખવડાવી આપજો આમ યુવાન સરપંચ ગામનો વિકાસની વાત કરતા જણાવેલ કે વર્ષોથી ગામમાં પાણીની સમસ્યા છે. તે પાણીની સમસ્યા હલ કરવી અને શાળામાં શિક્ષકોની ઘટ છે તે માટે સરકારને રજુઆત કરી પરીણામ લાવ્યુ…