ઊના શહેરમાં કલેક્ટર તેમજ જીલ્લા વિ. અધિકારીની સુચના મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા લોકોમાં સુપરસ્પેડર ગ્રૃપોમાં વેક્સીનેશન ફરજીયાત થાય તે અનુસંધાને દુકાનદાર, લારી, ગલ્લા ફેરીયા, શાકભાજી, રીક્ષા, વાહન ચાલકો તેમજ વેક્સીનેશન અંગેનું વેરીફીકેશન કરવા માટે આરોગ્ય ટીમ દ્વારા તાલુકા હેલ્થ ઓફીસર ડો.વિપુલ, ડો.પંપાણીયા, ડો.બારૈયા, મેહુલભાઇ કાગડા, સંજય નંદવાણા, જયદિપ બારડ, રાજેશભાઇ ઝણકાટ, દિવ્યેશભાઇ ઝણકાટ, ભાવનાબેન જાની, અરૂણાઝાલા, ઉના નગરપાલીકા કર્મી રામભાઇ ઝાલા, ઇશુબભાઇ પટેલ તેમજ પોલીસ સ્ટાફના ભરતસિંહ બારૈયા સહીત તમામના સહયોગથી શહેરમાં વિવિધ વિસ્તારમાં રસ્તા પર કુલ સુપરસ્પ્રેડર ગૃપોમાં ૩૨૨ વ્યક્તિઓનું વેરીફેકેશન કરવામાં આવેલ હતું. જેમાંથી ૨૪૮ વ્યક્તિઓને વેક્સીશન લઇ લીધેલ હોવાનું જાણવા મળેલ જેમાં ૭૦ વ્યક્તિઓને સ્થળ પરજ મોબાઇલ યુનિટમાં વેક્સીનેશનો ડોઝ આપી સુરક્ષીત કરવામાં આવેલ હતા. જ્યારે ૪ લોકોને વેક્સીશન ન લેવા માંગતા હોય તેઓને નોટીસ આપવામાં આવી હતી. અને દિવસ ૨ માં વેક્સીન લેવા સમજાવવામાં આવેલ હતું….


