ઊના શહેરમાં ગેરેજની દુકાન ધરાવતો યુવાન સાથે ચાર શખ્સોએ ગાડી રીપેરીંગ કરવા બાબતે બોલાચાલી થયેલ તેમાં ચાર શખ્સો દ્વારા જીવલેણ હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા કરતા યુવાને પોલીસમાં ચાર શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સમીર ઉર્ફે દરબાર સલીમ ખોજાદા, સલીમ ઉસ્માન ખોજાદા, સોયબ સલીમ ખોજાદા તેમજ રફીક ઉસ્માન ખોજાદા રહે. ઉના આ ચારેય શખ્સો દ્વારા વડલા ચોક આગળ પુલ પાસે ગેરેજની દુકાન ધરાવતા ઓસીનભાઇ મુસ્તાકભાઇ યુસુફજી સાથે ગાડી રીપેર કરવા બાબતે માથાફુટ થતા ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો મારમારેલ અને બાદમાં ડીસમીસ તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઓસીનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ આ અંગે ઇજાગ્રસ્ત યુવાને પોલીસમાં ચાર શખ્સો સામે ફરીયાદ નોધાવેલ છે.
