અમદાવાદ
૭ ઓક્ટોબરથી એએમટીએસ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. જેના માટે ઓછો ચાર્જ રાખવામાં આવ્યો છે. પુખ્ત વયના લોકો માટે ૬૦ રૂપિયામાં આ પ્રવાસ કરાવાશે. તો બાળકો માટે માત્ર ૩૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. સવારે ૮.૧૫ થી સાંજે ૪.૧૫ સુધીનો સમય રહેશે.કોરોના કાળમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અટવાઈ ગઈ હતી. ગત નવરાત્રિમાં લોકો કોરોનાને કારણે ઘરમાં પૂરાયા હતા. પરંતુ આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માતાના ભક્તો માટે ખાસ ર્નિણય કરાયો છે. શ્રાવણ માસ બાદ હવે નવરાત્રિ નિમિતે છસ્જી દ્વારા અમદાવાદીઓ માટે ખાસ જાહેરાત કરાઈ છે. નવરાત્રિ દરમ્યાન ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન કરાયું છે. શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો પર છસ્જી દ્વારા લઈ જવાશે.