Gujarat

એસ એફ હાઇસ્કુલ ખાતે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર ની ઉપસ્થિતિમાં સ્ક્રિનિંગ થી સારવાર સુધીના મહા અભીયાન નિરામય ગુજરાત નો પ્રારંભ કરવામાં આવ્યું    

   રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના મહત્વકાંક્ષી કાર્યક્રમ એવા નિરામય ગુજરાતનો  સમસ્ત રાજ્ય જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ શુભારંભ કાર્યક્રમ યોજાયો આજરોજ એટલેકે તારીખ 12મી નવેમ્બર 2021 ને શુક્રવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં 9:30 વાગ્યાથી યોજાયેલ નીરામય ગુજરાત શુભારંભ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તબીબી નિદાન અને સારવાર કેમ્પ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના લાભાર્થીઓને યોજનાકીય લાભો નું વિતરણ કરવામાં આવ્યું
    નગરપાલિકા સંચાલિત એસ.એફ.હાઈ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી શ્રી દ્વારા વિવિધ સેવાઓના નિરીક્ષણ સાથે નિરામય કાર્ડ ના લાભાર્થીઓ ઉપરાંત ડીઝીટલ હેલ્થ ,આઇ.ડી અને માં કાર્ડ ના લાભાર્થીઓને પણ વિવિધ લાભો એનાયત કરવામાં આવ્યા દરમિયાન નિરામય ગુજરાત વિષયક દસ્તાવેજી ચિત્ર ના નિદર્શન સાથે પુસ્તક વિમોચન અને શપથ ગ્રહણ ઉપરાંત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું
    કાર્યક્રમ ની ઉજવણી ના ભાગરૂપે આયોજિત મેડીકલ કેમ્પ મા સુપર સ્પેશિયાલિસ્ટ જનરલ સર્જન ફિઝિશિયન સ્ત્રીરોગ નિષ્ણાંત ચામડીના રોગોના નિષ્ણાત ઈ.એન.ટી સર્જન દંત સર્જન જેવા તજનો સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીગ વગેરે સેવાઓ આપવામાં આવી
           આ ઉપરાંત લેબોરેટરી સુવિધાઓ જેવી કે બ્લડ શુગર સિરમ ક્રીએટન બ્લડ યુરિયા યુરીન સુગરનું આઈબ્લ્યુમીન  ઈપીડ પ્રોફાઈલ લીવર ફંક્શન ટેસ્ટ સિરમ કેલ્શિયમ ઈ.સી.જી.જેવી સ્ક્રિનિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
           નિરામય ગુજરાત મહા અભિયાન અંતર્ગત  યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *