Gujarat

એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સ પર આઈટી રેડ ઃ ૪૦ સ્થળોએ તપાસ

અમદાવાદ
ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કંપનીના વિવિધ સ્થળો પર તપાસ ચાલી રહી છે. એસ્ટ્રલ પાઈપ્સના ૪૦ ઠેકાણાઓ પર આ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાંથી અમદાવાદમાં ૨૫ અને ગુજરાત બહારના ૧૫ સ્થળોનો સમાવેશ થાય છે. એસ્ટ્રલ પાઈપ્સનાં ચેરમેન સંદિપ એન્જિનિયર અને રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં ઇન્કમટેક્સની ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ ચાલુ છે.ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે અમદાવાદની બે જાણીતી કંપનીઓ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.એસ્ટ્રલ પાઈપ્સની સિંધુ ભવન ઓફિસ પર રેડ કરવામાં આવી છે. કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ પણ તૈનાત કરાયો છે. ઇન્કમટેક્સના ૧૫૦થી વધુ અધિકારીઓ તપાસમાં જાેડાયા છે. બંને કંપની સાથે સંકળાયેલા મોટા અધિકારીઓને ત્યાં ચાલતા સર્ચ ઓપરેશનમાં લગભગ ૧૫૦થી વધુ અધિકારીઓ જાેડાયા છે. આ સર્ચમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *