મુંબઈ
દુનિયાના દરેક દેશમાં ડ્રગનું દૂષિણ વ્યાપ્ત જ છે. ‘ડ્રગ’ને સુંઘીને પકડી પાડતા તાલિમબધ્ધ કૂતરાઓ સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્)ની ટુકડીઓ ફરી જ રહી હોય છે. છતાં તે દૂષણ અટકતું નથી. આ ડ્રગ પરદેશથી પણ બોટો દ્વારા રાત્રીના અંધકારનો લાભ લઈ બહુ ઓછાં જાણીતાં તેવાં નાના બંદરો ઉપર કે દરિયાકાંઠે નિશ્ચિત સ્થળોએ ઉતારવામાં આવે છે તે પણ સર્વવિદિત છે. તેવું માત્ર ભારતમાં જ બને તેમ નથી. મેક્સિકોનાં પશ્ચિમ તટ (પેસિફિક તટ) તો તે માટે કુખ્યાત છે. તે ડ્રગ મેક્સિકોમાંથી યુ.એસ.માં પહોંચે છે. દક્ષિણ અમેરિકાનાં રાષ્ટ્રોમાં પણ આવી જ સ્થિતિ છે. પનામાનો તો પ્રેસિડેન્ટ જ ડ્રગ માફિયા સાથે જાેડાયેલો હતો. તો કોલંબિયાના પણ ટોચના અધિકારીઓ ડ્રગ માફિયા સાથે જાેડાયેલા હોવાનું કહેવાય છે. સીધા ભારતીય ઉપખંડ ઉપર પહોંચીએ તો, અફઘાનિસ્તાનની વર્તમાન તાલિબાન સરકાર માટે અફીણનો વ્યાપાર જ આવકનું મુખ્ય સાધન છે. પડઘા ૧૯મી સદીમાં જઈએ તો, અફીણ ભારતમાં વેચવા ઉપર કે રાખવા ઉપર બ્રિટિશ ઈંડિયામાં પ્રતિબંધ હતો જ પરંતુ તેની નિકાસ ઉપર પ્રતિબંધ ન હતો. તેથી ભારતના વ્યાપારીઓ અફીણની નિકાસ વધુમાં વધુ ચીનમાં કરતા હતા. પરિણામે ૧૮૩૯થી ૧૮૭૮ અને ૧૮૮૧(?) તેમ ત્રણ ત્રણ અફીણ-યુદ્ધો બ્રિટિશ સરકાર અને ચીનની મંચુ સરકાર સાથે થયાં હતાં. આ ૧૯મી સદીની વાત થઈ. તે જે હોય તે, પરંતુ ૨૧મી સદીમાં પણ ભારતનું સામાજિક ન્યાય મંત્રાલય પણ ઓછા પ્રમાણમાં ડ્રગના વપરાશની છૂટ આપવા વિચારી રહ્યું છે. તે આંચકા જનક છે. આ દેશ છે કે, જ્યાં ભૂખે મરતો છોકરો પાકીટ મારતા પકડાય તો તે લોહીના કોગળા કરી જાય તેટલો માર પડે છે. હજ્જાેરો કરોડનાં કૌભાંડ કરનારા વિદેશોની ફાઈવ સ્ટાર હોટેલોમાં રહી શકે છે. ભવ્ય ભોજનો લઈ શકે છે. રાત પડતાં ‘કેબ્રે ડાન્સ’ની મોજ માણી શકે છે. પેલો પાકીટમાર ભીખારી છોકરો ભૂખ્યો તરસ્યો રસ્તા પર પડી રહેલો છે. ધૂ્રસ્કાં ભરી રહેલો છે. કહેવાય છે કે દેશમાં ‘રૂલ-ઓફ-લૉ’ ચાલે છે. હા ચાલે છે. મધ્યયુગમાં હતો, તેવો ‘રૂલ-ઓફ-લૉ’ જે શ્રીમંત કે સત્તાધીશને કદી સ્પર્શતો ન હતો અને ભૂખે મરતાને કદી છોડતો ન હતો.કોણ કહે છે જ્યાં દારૂબંધી છે તેવાં રાજ્યમાં દારૂ નથી મળતો? જુએ તેટલો મળે છે. સૌ કોઈ તે જાણે જ છે. ‘સુખી’ માણસો માત્ર ફોન કરે ત્યાં જ ‘ઈંગ્લીશ’ની બોટલો અર્ધા કલાકમાં જ હાજર થઈ જાય છે. તો ગરીબ માટેની કોથળીઓ ચોક્કસ જગ્યાએ રખાયેલી જ હોય છે. તે કાંઈ પાંદડાના ઢગલા નીચે સંતાડેલી હોય છે. તેથી થોડે દૂર કોઈ ઝાડના છાયા નીચે પાણીની પરબ ધરાવનારના હાથમાં રકમ મુકી, તે પાંદડાં નીચેથી રકમ આપી હોય તેટલા પ્રમાણમાં ચાર છ ‘કોથળીઓ’ લઈ લેવાય છે. આમાં જુગાર સમયની ‘ઓનેસ્ટી’ રહેલી છે. જેટલા પૈસા આપ્યા હોય તેટલી જ ‘કોથળી’ કે ‘દેશી’ની બોટલ લેવામાં આવે છે. આ બધું તો સર્વવિદિત છે. પોલીસ પણ બધું જાણતી જ હોય છે, તે પણ સૌ જાણે છે. લોકો તે પણ જાણે છે કે, આ બધા માટે પોલીસ અને બુટલેગર્સ વચ્ચે વણલખ્યું સ્ર્ે – મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ હોય જ છે. તેમાં નવું કશું નથી. આ તો ‘આગે સે ચલી આતી હૈ.’ મધ્યયુગમાં તો દારૂ, અફીણ કે ગાંજા ઉપર પ્રતિબંધો જ ન હતા. અકબરે દારૂ ન પીવા, અફીણનું વાવેતર ન થવા દેવા અને ‘ફીરંગી’ને પેસવા ન દેવા. સલીમ-જહાંગીરને મરતા પહેલાં સ્પષ્ટ શીખામણ આપી હતી પરંતુ સલીમે તે ત્રણે થવા દીધું. રોજ વીશ-વીશ કટોરા દારૂ પીતો હતો. અફીણનાં વાવેતર પ્રત્યે બેધ્યાન રહ્યો અને ડૉ. વૉટસને તેના શાહજાદાને ઈન્જેક્શ આપી સાજાે કરતા ફીરંગીને વેપાર માટે ખરીતો આપ્યો. ઔરંગઝેબે દારૂ અને અફીણ સખ્તાઈથી દૂર કરવા પ્રયત્નો કર્યા. પરંતુ હિન્દુકુશ આરાકાન યોમા અને કારાકોરમથી નીલગીરી સુધી પ્રસરેલાં વિશાળ સામ્રાજ્યમાં ઠેર ઠેર દરોડા પાડી અફીણનું વાવેતર બંધ કરવું કે, દારૂની મહેફીલો યોજવી અશક્ય સમાન જ હતું. ઔરંગઝેબના નિધન (૧૭૦૭) પછી અને વિશેષતઃ તો ૧૭૧૧થી ગાદી વારસ અંગે થયેલાં યુદ્ધો થતાં ભારત ઉપર કોઈ મધ્યસ્થ સત્તા જ રહી નહીં. સુબાઓ અને રજવાડાંઓ ઉપર કાબુ રહ્યો નહીં. ફરી અફીણ અને શરાબ વ્યાપી રહ્યાં. ૧૭૧૧ થી ૧૮૧૮ સુધીનો યુગ તો દેશમાં અંધાધૂંધી અને અંધકારનો જ યુગ રહ્યો હતો.