Gujarat

ઓનલાઈન વેબિનાર દ્વારા યોજાયેલ યોગાસન તાલીમ શિબિરના ૧૦૦ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા

ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના હેઠળની જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ઓનલાઈન યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જે અન્વયે તા.૦૩/૧૨/૨૦૨૧ સાંજે ૪:૦૦ કલાકે ગેટ નં-૬, લખોટા તળાવ, જામનગર ખાતે ભાગ લેનાર ૧૦૦ શિબિરાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ હતા. ઓનલાઈન તાલીમ બાદ પરીક્ષામાં ૧ થી ૧૦ ક્રમ આવેલ વિજેતાઓને ૨૫૦૦ લેખે પુરસ્કાર DBT મારફતે બેંક ખાતામાં ચુકવવામાં આવેલ છે.

આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ પ્રસંગે જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન ડી.વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ પરમાર, જીલ્લા યોગ કોચ શ્રી પ્રીતીબેન શુક્લ તેમજ યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

દિવ્યા ત્રિવેદી            

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *