જિંદા રહે તો ઇસ તારા તમન્ના કરે સભી સર કટે તો ઇસ તરહ કી દુનિયા મિસાલ દે એ આ વાક્યને સાર્થક કરતી*કચ્છ *કોડાયના માલધારી ની દીકરી હૂરબાઈ મહંમદ હુસેન જુણેજા*
દરેક મા-બાપનું એક સપનું હોય છે કે મારું બાળક આગળ વધે સાથે સમાજ અને દેશનું નામ રોશન કરે એવો જ એક કિસ્સો જોવા મળ્યો કચ્છના કોડાય ગામ નો જે માલધારી ની દીકરી એ જે પોતાના જુણેજા સમાજનું નામ રોશન કર્યું પણ સાથે કચ્છનું પણ નામ રોશન કર્યું છે
હુરબાઈ જુણેજા તેમની પસંદગી બી.એસ.એફમાં થઈ છે એક નાનકડા પરિવારથી આવતી આ દીકરી એ ખૂબ સંઘર્ષ કરેલું છે જીવનમાં કંઈક કરવા માટે ઘણી મહેનત પણ કરી છે ઘણા એવા લોકો પણ હોય છે જેમની પાસે પૈસા હોય છે તે ધારે એ ચીજ વસ્તુ ખરીદી શકે છે પરંતુ તે આગળ નથી વધી શકતાં આ દીકરી એ સાબિત કરેલ કે આપણુ જીવન જે લક્ષ હોય તે પુરુ કરવા માટે ફક્ત પૈસા ની જરુર નથી હોતી તેનો માટે મહેનત અને સંઘર્ષ કરવો પડે છે ત્યારે સફળતા આપણા કદમ ચુમે છે.
એવામા આ માલધારીની દીકરીએ સતત મહેનત કરી તેનું એક લક્ષ હતું કે મારે દેશની સેવા કરવી છે હું મારા સમાજનું મારા રાજ્યનું અને મારા દેશનું નામ વધારવા માટે હું સતત મહેનત કરીશ તો આ દીકરી હુરબાઈ જુણેજા ની મહેનત આજે રંગ લાવી તેમની પસંદગી બી.એસ.એફમા થઈ અને જુણેજા પરિવાર નુ નામ રાજ્ય લેવલે ચમક્યું.એમને શુભેચ્છા પાઠવતાં ગુજરાત દર્શન સમાચાર’ના મેનેજીંગ ડાયરેક્ટર ગીરવાન સિંહ સરવૈયા, દિનેશભાઈ ચૌહાણ( એડવોકેટ) પ્રદેશ મહામંત્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, હુસેનભાઈ રાયમા પ્રવક્તા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ, મિલનભાઈ બારડ એમ એસ ટી વી ડાયરેક્ટર, તુષારભાઈ કામળિયા આઝાદ ગ્રુપ ઓફ પાલીતાણા ના પ્રમુખ, તેમજ કચ્છ ગુજરાત સૌરાષ્ટ્ર માંથી મળતી અઢળક શુભેચ્છાઓ
✍️રિપોર્ટર- સૈયદ રઝાકશાહ ટોડીયા-કચ્છ 🇮🇳