Gujarat

કચ્છના ભચાઉની પરિણીતાના કેસમાં ૬ જણની ધરપકડ કરાઈ

મુંબઈ
૨૪ ડિસેમ્બરે આ યુવા યુગલે થાણેમાં લગ્ન કર્યાં હતાં. ૨૯ ડિસેમ્બરે બંનેના સમુદાયના પર્રમુખોએ તેમને મળીને કહ્યંવ કે મહિલાએ ચૌબારીમાં પાછા જતી રહેવું જાેઈએ, જ્યાં ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ લગભગ ૧૫૦ પુરુષો સામે તેનું શોષણ કરાયું હતું અને હુમલો પણ કરાયો હતો. ૨૪ મે, ૨૦૨૧ના રોજ તેને એક એવા પુરુષ સાથે બળજબરીથી પરણાવાઈ, જેણે તેણીને વેચાતી લીધી હોવાનું જણાવ્યું હતું, જેણે પછી તેની પર શારીરિક અને જાતીય હુમલો કર્યો હતો. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ તે મુંબઈમાં ભાગી આવી અને પવઈમાં પતિના ઘરે ગઈ હતી. આ પછી તેને વધુ ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. લગ્નના સાક્ષીદારોને ધમકાવવામાં આવ્યા અને તેમના સંતાનનું અપહરણ પણ કરાયું હતું. ૧૩ સપ્ટેમ્બરે પુરુષના પિતા પર ક્રિકેટની બેટ અને સ્ટમ્પથી હુમલો કરાયો હતો. ૨૬ ઓક્ટોબરે ભચાફ પોલીસની ટીમે મહિલાને જેની સાથે બળજબરીથી લગ્ન કરાવાયાં હતાં તેના ઘરમાંથી રૂ. ૫૦,૦૦૦ની રોકડ અને રૂ. ૭-૮ લાખની જ્વેલરી ચોરીના કેસમાં પૂછપરછ માટે નોટિસ મોકલાવી હતી. યુગલની અરજીમાં જણાવાયું કે તેમની પર ગુજરાતમાં થયેલા અત્યાચારની ફરિયાદ લેવાનો પોલીસે ઈનકાર કરી દીધો હતોઆંતરજ્ઞાતિ લગ્નને લીધે જાનનો ખતરો ઊભો કરવાના કેસમાં પોલીસે કચ્છના ભચાઉની પરિણીતાના પતિના ભાઈ, પરિણાતાના પિતા, ભાઈ અને તેની સાથે બળજબરીથી લગ્ન કરનાર સહિત છ જણની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે યુગલને તેમના પરિવારજનોથી ખતરો હોવાથી આગામી સૂચના સુધી તેમનું પોલીસ રક્ષણ ચાલુ રાખવાનો આદેશ જસ્ટિસ શાહરુખ કાથાવાલા અને માધવ જામદારની વેકેશન બેન્ચે શનિવારે આપ્યો હતો. વધારાનાં સરકારી વકીલ પ્રાજક્તા શિંદેએ કોર્ટને માહિતી આપી હતી કે ધરપકડ કરેલા છ જણમાં પરિણીતાના ગામના સરપંચ અને સમુદાયના પ્રમુખનો પણ સમાવેશ થાય છે. હાઈ કોર્ટે અગાઉ મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાલેને વિડિયો કોન્ફરન્સ થકી સુનાવણીમાં પોલીસની નિષ્ક્રિયતા માટે ઠપકો આપ્યો હતો. આ પછી ગુરુવારે આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આરોપીઓની તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. તેમને મેજિસ્ટ્રેટ કોર્ટે ૧૭ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડી આપી છે. મુંબઈના રહેવાસી યુગલમાં મહિલા (૨૩) આહિર સમુદાયની છે અને ગુજરાતના ભચાઉ તાલુકાના ચૌબારી ગામની છે, જ્યારે પુરુષ (૨૨) બ્રાહ્મણ છે. મહિલા કોમર્સ ગ્રેજ્યુએટ છે, જ્યારે પુરુષ પાસે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝની ડિગ્રી છે.મે ૨૦૨૧માં આ જ ખંડપીઠ સમક્ષ પોતાની પત્નીને કોર્ટમાં હાજર કરવાના આદેશ આપવા માટે અરજી કરી હતી. ૨૧ મેએ ઓનલાઈન સુનાવણીમાં મહિલાને કોર્ટ સામે એવું કહેવા માટે દબાણ કરાયું હતું કે તેની પાસે તેણીની તસવીરો હોવાથી તે લગ્ન કરવા મજબૂર થઈ હતી. આથી પુરુષની અરજી નકારી કાઢવામાં આવી હતી.શુક્રવારે યુગલ કોર્ટની સામે આવ્યું હતું અને તેમની મુશ્કેલીઓની જાણકારી આપી હતી, જે પછી ખંડપીઠે વકીલો દીપા ચવાણ અને મંજિરી શાહને યુગલ માટે અરજીનો મુસદ્દો તૈયાર કરવા વિનંતી કરી હતી. યુગલ ફેબ્રુઆરી ૨૦૨૦માં ઘર છોડીને ભાગી ગયું હતું અને ૧૦ દિવસ પછી મુંબઈમાં આવ્યું હતું. માર્ચ ૨૦૨૦માં મહિલાને દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ કરવા મજબૂર કરાઈ હતી, જે માટે પુરુષને સાડાચાર મહિના જેલમાં રહેવું પડ્યું હતું. આ પછી મહિલાને ગુજરાતમાં લઈ જવાઈ હતી અને અન્ય સાથે સગાઈ કરી દેવાઈ હતી. ૨૩ ડિસેમ્બરે તે પોતાના માતા- પિતા સાથે જાેગેશ્વરીના નિવાસસ્થાને પાછી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *