Gujarat

કચ્છના ભુજમાં પ્રવાસીઓને પ્રિય પકવાન ફેમસ બન્યું

ભુજ
એક સમયે સ્થાનિક લોકો અને બહુ બહુ તો મુંબઈથી આવતો કચ્છી પરત જાય ત્યારે પકવાન સાથે લઈ જાય. જ્યારે છેલા એક દાયકાથી પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો છે. જેને પરિણામે દિવાળી વેકેશનથી ક્રિસમસ વેકેશન સુધી કચ્છ ફરવા આવતા પ્રવાસીઓ ભુજ પર ખરીદી માટે પસંદગી ઉતારે છે. જેમાં કચ્છી હસ્તકળા, ડ્રેસ વગેરે સાથે પકવાન પણ ખરીદી કરે છે. આમ છેલ્લા દસ વર્ષમાં આ વેપાર અનેકઘણો વધ્યો છે. સામાન્ય દિવસોમાં દરરોજ દોઢસો કિલોની ખપત હોય છે, તે અત્યારે પાંચસો કિલોથી વધુ થાય છે.કચ્છની મુલાકાતે આવનાર જિલ્લા મથક ભુજ આવે એટલે તે પ્રવાસી હોય કે મૂળ કચ્છી મુંબઈવાસી, પકવાન કે મેસુક ચોક્કસ સાથે લઈ જાય છે. ભુજના પકવાન દેશ વિદેશમાં પ્રખ્યાત છે. એની બનાવટ સામાંન્ય ફરસાણ કરતા અલગ છે. સવાસો વર્ષ અગાઉ આ વ્યંજનની શોધ થઈ છે. ભુજમાં જ ખાલી હાલ પ્રવાસી ઋતુમાં દરરોજ પાંચસો કિલોથી વધુ ખરીદાય છે. આજથી સવાસો વર્ષ અગાઉ કચ્છના રાજા પ્રાગમલજી સમક્ષ ભુજના કંદોઈ પરિવાર વેલજીભાઈ કારા દ્વારા એક વ્યંજન બનાવવામાં આવ્યું. આ ફરસાણ સૌપ્રથમ રાજા ને પીરસાતા સ્વાદથી ખુશ થઈને તેને ‘પકવાન’ નામ આપ્યું. ત્યારથી ભુજના પકવાન એક ઓળખ થઈ ગઈ છે. આ અંગે પકવાન બનાવટ અને વેપાર સાથે જાેડાયેલા પરિવારના ચોથી પેઢીના જીતેશભાઇ કંદોઈ જણાવે છે કે, આ વ્યંજન બનાવવું સહેલું નથી. મેંદો ગુંદવાથી લઇને તેને તરવા સુધીની પ્રક્રિયા લાંબી છે, તદુપરાંત સમય પણ ઘણો જાેઈએ. તેટલા જ સમયમાં અન્ય કોઈ પણ ફરસાણ કે મીઠાઈ બમણી બનાવી શકાય. માટે હવેની પેઢીના કારીગર આ બનાવટથી દૂર થતાં જાય છે. ભુજ આવનાર મોટેભાગે પકવાન ખરીદે છે. આજકાલ ડાયાબિટીસ જેવા રોગ સામાન્ય થઈ ગયા છે, માટે લોકો મીઠાઈ કરતા ફરસાણ વધુ પસંદ કરે છે. ભુજમાં દોઢસો જેટલા મીઠાઈ અને ફરસાણ ની દુકાનો છે. મોટા શો રૂમમાં પણ પકવાની ખરીદી સારા એવા પ્રમાણમાં થાય છે. પકવાન બનવવામાં કંદોઈ પરિવાર જાણીતા છે. તેવા જ એક રોબન મહેશભાઈ કંદોઈ જણાવે છે કે, ૧૯૪૭ થી ફરસાણમાં અગ્રીમ એવા પકવાન અમારા પરદાદા બનાવાતા. આજે પણ અમે આ વ્યંજન બનાવીએ છીએ. હવેના સમયમાં અનેક નવી મીઠાઈઓ અને ફરસાણ આવી ગયા છે, પરંતુ હજી પણ ભુજ મુલકાતે આવે તે ચોક્કસ પકવાનની પૂછા કરે છે.

Bhuj-dish-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *