રીપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ કઠલાલ તાલુકા દ્વારા કઠલાલ તાલુકા પંચાયત(શિક્ષણ શાખા) ખાતે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ અન્ય માંગણીઓ અને પ્રશ્નો ને લઇ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગુ.રા.પ્રા.શિ.સંઘ અને અ.ભા.પ્રા.શિ.સંઘ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે વર્ષ ૨૦૦૬ થી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અગાઉ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંશાધન વિકાસ મંત્રી,તેમજ મુખ્યમંત્રીને પણઆવેદન પત્રો આપવામાં આવેલ છે.
અ.ભા.પ્રા.શિ.સંઘની તા. ૧૪-૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ બૌધ ગયા(બિહાર) ખાતે મળેલ કારોબારી સભામાં ઠરાવ્યાનુસાર તથા AI.P.T,F, ની એકશન કમિટી દ્વારા જણાવેલ માંગણીઓ સંદર્ભે આંદોલન કાર્યક્રમ ચાલુ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અ.ભા.પ્રા.શિ.સંઘની મુખ્ય માંગણીઓ અને પ્રશ્નો તેઓ ના જણાવ્યા અનુસાર.
જુની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી.
સાતમા પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા.
જુદા જુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી,
રાષ્ટ્રિય શિક્ષણનીતિ-૨૦૨૦માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દૂર કરવી,
એસ.પી.એલ. રજા બાબતે નિર્ણય થવા બાબત.
તા. ૨૭-૦૪-૨૦૧૧ પહેલાં ભરતી થયેલ શિક્ષકોને નિવૃતિ સામે કાયમીના આદેશ થવા બાબત.
૧૦ વર્ષના બોન્ડમાં ભરતી થયેલ શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત.
એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટાઅપની સંખ્યા સુધારવા જેવી બાબતો અને માંગણીઓ ને લઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.