મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ યૂનવર્સીટી આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી ( ૧૦ કિલોમીટર રનિંગ ) બહેનો ની સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ની ટિમ યુનિવર્સિટી ચેમ્પિયન નો તાજ પોતાના નામે કરી કઠલાલ નું ગૌરવ વધાર્યું છે વિજેતા વિદ્યાર્થીઓમાં સરોજ પરમાર,ઉર્મિલા સોઢા પરમાર,આશા સોલંકી,શિલ્પા રાઠોડ ,સુરેખા ડાભી અને કિંજલ ડાભી, નો સમાવેશ થાય છે જે પૈકી આશા સોલંકી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ની ટિમ માં સ્થાન પામ્યા છે આ સિદ્ધિ બદલ P.T.I ડૉ કેયુર મકવાણા તથા વિજેતા વિદ્યાર્થીઓને કોલેજ ના આચાર્ય શ્રી સુરેશ ગઢવી તથા સમગ્ર કોલેજ પરિવાર તરફી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


