મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અનારા મુકામે ધારાસભ્ય શ્રી કાળુસિંહ ડાભીના વરદ હસ્તે મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમાન બારા શહીદ બાબાની દરગાહ પર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવપૂવૅક ચાદર ચઢાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો આ ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે કઠલાલ તાલુકા કોંગ્રેસના પીઢ આગેવાન શ્રી પ્રતાપસિંહ રત્નાભાઇ પરમાર, કૈલાસબેન પરમાર, અનારા દૂધ મંડળીના સેક્રેટરી શ્રી સિરાજભાઇ, નસીમબાનુ ઉસ્માનમીયાં બેલીમ, બચુભાઈ – ઢાંકણીયા, શિલ્પાબેન શાહ, ઐયુબભાઇ ફઝલમીયાં મલેક, પ્રતાપસિંહ અમરસિંહ બારૈયા, લક્ષ્મણસિંહ ડાભી-સિંગોડીયા, ઝહીરહુસેન હસુમીયાં શેખ (કોન્ટ્રાક્ટર), ફરીદખાન પઠાણ સહિત ગામનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


