Gujarat

કન્સ્ટ્રક્શન સાઇટનો માર્કેટીંગ હેડ ૨૦.૫૦ લાખ લઇ ભાગી ગયો

સુરત
વેસુના રામેશ્વર પેલેસમાં રહેતા અને ઇકો હોમ્સ ડેવલોપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપની ધરાવતા સિધ્ધાર્થ પુરૂષોત્તમ મોંગા (ઉ.વ. ૩૭) અલથાણ ખાતે ઇકો ગ્રેન્ડીયુર નામની સાઇટનું કામ ચાલી રહ્યું છે. જયાં વર્ષ ૨૦૧૮થી માર્કેટીંગ હેડ તરીકે કામ કરતો કેવલ મનિષ શાહ (ઉ.વ. ૨૯ રહે. ૪, નયનદીપ સોસાયટી, અજરામણ ચોક, ન્યુ રાંદેર રોડ) ગત જુલાઇ મહિનામાં કામદારોના પગારના રોકડા રૂ. ૨૦.૫૦ લાખ લઇ રફુચક્કર થઇ ગયો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી ઉપરાંત કેવલના માતા-પિતાએ પણ પુત્ર સાથે નાંણાકીય વ્યવહાર કરવો નહીં તેવી ચેતવણી આપતી જાહેરાત વર્તમાન પત્રમાં આપી હતી. જેને પગલે ડેવલોપર સિધ્ધાર્થે કેવલ શાહ વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.અલથાણની ઇકો ગ્રેન્ડીયુર નામની કન્સ્ટ્રક્શન સાઇટનો માર્કેટીંગ હેડ કામદારોના પગારના રોકડા રૂ. ૨૦.૫૦ લાખ લઇ રફુચક્કર થઇ જતા મામલો ખટોદરા પોલીસમાં પહોંચ્યો છે. બીજી તરફ માર્કેટીંગ હેડના માતા-પિતાએ પુત્ર સાથે નાંણાકીય વ્યવહાર નહીં કરવા ચેતવણી આપતી જાહેરાત પણ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *