મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ડૉ.બાબાસાહેબ આંબેડકર ના 65 માં મહાપરિનિર્વાણ દિવસે સાણંદ તાલુકાના નાનીદેવતી ખાતે આવેલ દલિત શક્તિ કેન્દ્ર માં બંધુતા,સમાનતા ના સંદેશ સાથે મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા કપડવંજ-કઠલાલ તાલુકાના ગામોમાંથી યુવાનો રક્ત બંધુતા કાર્યક્રમ માં ભાગ લીધેલ હતો.ગુજરાતમાથી 1000 બોટલ
રક્તદાન એકત્રિત ભારતભરમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા નો સંદેશ આપવામાં આવ્યો હતો. સાણંદ તાલુકાના નાની દેવતી ખાતે દલિત શક્તિ કેન્દ્ર માં પ્રથમા બ્લડ બેંકના સહયોગી યોજાયેલ રક્તદાન કેમ્પમાં રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાંથી યુવાનોએ ભાગ લીધો હતો આ રક્ત બંધુતા કાર્યક્રમ દ્વારા સમાજ માં ભાઇચારો ફેલાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્ત બંધુતા કાર્યક્રમમાં ખેડા જિલ્લાના કઠલાલ અને કપડવંજ તાલુકામાંથી અંબાલાલ ચૌહાણ (સામાજિક કાર્યકર)
જગદીશભાઈ રાઠોડ, દિનેશ ભાઈ રોહિત, રાહૂલ રોહિત, ખુશાલભાઈ રોહિત, જયંતીભાઈ વણકર ,લક્ષ્મણભાઇ વણકર તેમજ ખેડા જિલ્લામાં થી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા


