Gujarat

કપડવંજના વણજારીયા ગામના જવાને શહીદી વહોરી.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા ના નાનકડા એવા વણજારીયા ગામનો સૈનિક યુવક કાશ્મીરના પૂંચ સેંકટરમાં આતંકવાદીઓ સાથે થયેલ અથડામણમાં શહીદ થતાં પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે.
કપડવંજના વણજારીયા ગામના રાધેસિંહ પરમારનો પુત્ર હરીશસિંહ મા ભોમની રક્ષા કાજે વર્ષ ૨૦૧૬માં દેશના સૈન્યમાં જોડાયા  હતો.ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના ૨૫- વર્ષીય આર્મી જવાન હરીશ ભાઈ રાધે પરમાર પરમાર તે વણઝારીયા ગામ ની ૧ થી ૭ ધોરણ ની સ્કૂલ વાંઝારિયા માં ભણ્યા  હતા. ત્યારબાદ ૮- થી
૧૨- ધોરણ કપડવંજ ની સી એન હાઈ સ્કુલ મા કર્યું. જવાન ની કારકિર્દીમાં તેમણે આર્મી મા જવા માટે અથાગ મહેનત કરી હતી
આર્મી મા વર્ષ ૨૦૧૬- મા જોઈનીગ.
હાલ શહિદ ની પહેલી પોસ્ટીગ આસામ, બીજી રાજસ્થાન અને  તાજેતરમાં પોસ્ટીંગ કાશ્મીરના પૂંછ સેકટરમાં થયું હતું. પૂંછ સેકટરમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. કલાકો સુધી સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે ચાલેલ અથડામણમાં બંને પક્ષ તરફે ભારે માત્રામાં ગોળીબાર થયો હતો.
જિલ્લાનો સપ્ત હરીશસિંહ સૈન્યની ટીમમાં સામેલ હતો. તે દરમિયાન હરીશસિંહએ આઆતંકવાદીઓ સામે લડતા લડતાં શહીદી વહોરી હતી પર્વતની આડમાં લપાઇ છુપાઇ ગોળીબાર કરતા આતંકવાદીની ગોળી વાગવાથી મા ભોમની રક્ષા કાજે વીર સપૂત હરીશસિંહ (ઉ.વ. ૨૫) શહીદ થયા હતા ગામમાં પહોંચતા ગામ શોકમગ્ન બની ગયું છે. જયારે પંથકમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે દરમિયાન વીર શહીદ હરીશસિંહનો મૃતદેહ આજે  વતનમાં આવી પહોંચશે. બાદ વીર શહીદના રાષ્ટ્રીય સન્માન સાથે આ સમાચાર આજે અંતિમવિધિ કરવામાં આવશે..

FB_IMG_1634428310173.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *