*ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂત ચિંતાતુર બન્યા છે. ઠંડીના ચમકારા વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા 11મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો માટે પડ્યા ઉપર પાટૂ જેવી સ્થિતિ ઉદ્દભવી રહી છે.
*જણાવી દઈએ કે, દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રથી ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ ત્યાંથી પૂર્વમધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોશમી વરસાદે ચિંતામાં વધારો કર્યો છે.
*શનિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં સૌથી વધુ 2.87 ઈંચ, સુરત જિલ્લાના ઉમરપાડામાં 1.29 ઈંચ કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 15 તાલુકાઓમાં હળવા માવઠા પડ્યા છે.નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારના ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. આ ઉપરાંત સુરતના ઉમરપાડામાં દોઢ ઈંચ અને નર્મદાના ગુરૂડેશ્વરમાં પોણો ઈંચ કમોસમી વરસાદ નોધાયો હતો.
*ગુજરાતભરમાં વાતાવરણમાં આવેલા પલટાના કારણે રાજ્યભરમાં વાદળાઓનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યો છે.
