Gujarat

કલોલમાં બંધ મકાનમાંથી ૧.૬૧ લાખની મત્તા ચોરી કરતા તસ્કરો

ગાંધીનગર
કલોલ તાલુકાના માતરી માતાની વાડીની પાછળ આવેલી પરીકલ્પ એપાર્ટમેન્ટના મકાન નંબર – એ /૩ માં રહેતા દિપક રઘુનાથભાઈ બારોટ ગાંધીનગરના હડમતિયાં સન સાઇન ફ્લેટ ખાતે અનાજ દળવાની ઘંટી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગત. તા. ૫ મી નવેમ્બરના રોજ દિપકભાઇ તેમની પત્ની સાથે મહેસાણા રહેતી તેમની સાળીનાં ઘરે દિવાળીના તહેવાર નિમિત્તે ગયા હતા. મહેસાણા બે દિવસ રોકાણ કર્યા પછી ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા. ત્યારે માલુમ પડયું હતું કે, ઘરમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા છે. બાદમાં ઘરમાં જઈને તપાસ કરતા મુખ્ય દરવાજાનું તાળુ તૂટેલું હતું અને અંદરનો તમામ સર સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો ઘરના અંદરના રૂમમાં રાખેલી લોખંડની તિજાેરીનું લોક પણ તૂટેલું જાેવા મળ્યું હતું. જેમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળી રૂપિયા ૧ લાખ ૬૧ હજાર એકસોની મત્તા તસ્કરો ચોરી ગયા હતા. આ બનાવની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને પણ બોલાવી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલોલ તાલુકાના માતરી માતાની વાડીની પાછળ આવેલા પરીકલ્પ એપાર્ટમેન્ટના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોના, ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧ લાખ ૬૧ હજારની મત્તા ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેને લઈ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

kalol-find-jewelery-and-cash-steal-rs-161-lakh-abscond.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *