Gujarat

કવાંટ તાલુકાના કસરવાવ ગામે  રહેણાક મકાનની પાછળ આવેલ વાડામાં તથા  ખેતરમાં માદક દ્રવ્ય ગાંજાના છોડ ઉગાડી ખેતી કરતો એક ઈસમ ને કવાંટ પોલીસ પકડી પાડ્યો હતો

કવાંટ તાલુકાના કસરવાવ ગામે  રહેણાક મકાનની પાછળ આવેલ વાડામાં તથા  ખેતરમાં માદક દ્રવ્ય ગાંજાના છોડ ઉગાડી ખેતી કરતો એક ઈસમ ને કવાંટ પોલીસ પકડી પાડ્યો હતો દરોડામાં  ગાંજાના છોડ નંગ-૨૭૫ જેનું વજન ૨૬૨ કિલો ૩૨૦ ગ્રામ કિમત રૂપીયા ૨૬,૨૩,૨૦૦/- ના જથ્થા જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ ને ખાનગીરાહે માહિતી મળી હતી કે, કવાંટ તાલુકાના કસરવાવ ગામે નિશાળ ફળીયામાં રહેતા અંકલેશભાઇ ચંદુભાઇ રાઠવા નાઓએ પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ વાડામાં તથા રોડવાળા ખેતરમાં અનઅધિકૃત રીતે ગાંજાનું વાવેતર કરેલ છે
 કવાંટ પોલીસ ની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો  પાડતા અંકલેશભાઈ જંદુભાઇ રાઠવાના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ વાડામાં ખાત્રી કરતાં એક ઇસમ ખેતરમાં (વાડામાં) હાજરમળી આવેલ નામ-ઠામ પુછતાં તેણે પોતાનું નામ અંકલેશભાઇ ચંદુભાઇ રાઠવા ઉ.વ. ૩૦ (૨હે.કસરવાવ, નિશાળફળીયા તા.જિ. છોટાઉદેપુર) નાઓ હોવાનું જણાવેલું અને હાજર મળી આવેલ અંકલેશભાઇ ચંદુભાઇ રાઠવા અને પોતે જે ખેતર (વાડા)માં હાજર મળી આવેલ તે ખેતર(વાડા)ની માલીકી બાબતે પુછતાં પોતાના કબજા ભોગવટાનું હોવાનું જણાવે છે. અને તેના ખેતરમાં (વાડામાં) કરેલ વાવેતર બાબતે પુછતાં તેણે કોઇ જવાબ આપેલ નહી જેથી તેના ખેતરમાં (વાડામાં)વાવેતર બાબતે ખાતરી તપાસ કરતાં ગાંજા જેવા છોડ હોવાનું જણાયેલ અને તેને સાથે રાખી નજીકમાં આવેલ તેના કબજા ભોગવટાના માલીકીના ખેતરમાં વાવેતર બાબતે ખાતરી તપાસ કરતાં ગાંજા જેવા છોડ હોવાનું જણાવેલ કરતા વાડામાં જોતાં આશરે ૧૫૦ X ૮૫ ચો. ફુટના એરીયામા ગાંજાના છૂટા છવાયા છોડ આશરે અઢી ફુટથી લઇને સાત ફૂટની ઊંચાઇના કુલ ૨૨૮ છોડ હતા  મળી આવેલ ગાંજાના છોડ અલગ-અલગ વજન કરતા ૧૯૬ કીલો ૧૨૦ ગ્રામ કિલોગ્રામ જેટલું વજન થાય છે
 રોડવાળા ખેતરમાં જોતાં આશરે ૨૦૦ X ૯૦ ચો. ફુટના એરીયામાં ગાંજાના છૂટા છવાયા છોડ આશરે અઢી ફુટથી લઇને સાત ફૂટની ઊંચાઇના કુલ ૪૭ ગાંજાના તાજા લીલા છોડ મળી આવ્યા હતા છોડ અલગ-અલગ વજન કરતા ૬૬ કિલો ૨૦૦ ગ્રામ જેટલું વજન થયું હતું ગાંજાના છોડની પ્રતિ કિલો કિમત રૂપીયા ૧૦,000/- લેખે કુલ ગાંજાના તાજા લીલા છોડ નંગ-૨૭૫ જેનું કુલ વજન ૨૬૨ કીલો ૩૨૦ ગ્રામ કિંમત રૂ-૨૬,૨૩,૨૦૦/-ના ગાંજાના છોડ જપ્ત કરી ગાંજાના તાજા લીલા છોડ નમૂનો એફ.એસ.એલ માં મોકલી ખેતી કરનાર અંકલેશભાઇ ચંદુભાઇ રાઠવા ધરપકડ  કરી કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવી છે.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20211110-210111_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *