Gujarat

કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત, મૃતક ૨ મહિના પહેલા ભરૂચથી વેપાર માટે સુરત સ્થાઈ થયેલા

સુરત
દિવસે ને દિવસે વાહન ચાલવામાં બેદરકારી ના કારણે માર્ગ અકસ્માતો માં વધારો થઇ રહ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે, તેવોજ એક કિસ્સો સુરતના ડિંડોલીમાં એક સોસાયટી બહાર, રાત્રે એક કાર જાેરદાર ધડાકા સાથે ડિવાઈડરમાં અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં પણ અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવતા ચાલકને મહા મુસીબતે બહાર કાઢ્યા બાદ પણ બચાવી શક્યા ન હતા. મૃતક વ્યક્તિ રેડીમેન્ટ ગારમેન્ટનો વેપારી હોવાનું અને બે મહિના પહેલા જ ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવારે જણાવ્યું હતું.
મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, ભાઈ બે મહિના પહેલા જ પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરત ડીંડોલી ના સ્થાયી થયો હતો. ત્યારબાદ ઘર નજીક રેડીમેન્ટ ગારમેન્ટ ની દુકાન શરૂ કરી હતી. અકસ્માતગ્રસ્ત કાર એની પોતાની હતી. અકસ્માત બાબતે વધારે કશું પણ જાણતા નથી. ઘટનાના લગભગ ૪ કલાક બાદ પરિવારને જાણ કરાઈ હતી.જેથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો.
નજરે જાેનાર સ્થાનિક યુવકે કહ્યું હતું કે, ખબર નહિ શુ થયું હશે કે, કાર ધડાકા સાથે ડિવાઈડરમાં ઘુસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી બધા જ દોડી આવ્યા હતા. કારની બોનેટ આખું ડ્રાઇવર સાઈડમાં ઘુસી ગયુ હતું. જેમ તેમ કાર ચાલકને બહાર કાઢ્યો હતો.

Accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *