Gujarat

કુંકાવાવ ના જંગર ગામ ખાતે આવેલ શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરે ચાલતી વિવિધ સેવાકીય પ્રવુતિઓ.

શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર તા.કુકાવાવ-વડીયા જિ.અમરેલી ખાતે સંકલ્પ કર્તા શ્રી રામરસિકદાસજી સદગુરુ રામપ્રિયાદાસજી મહારાજ ( અયોધ્યા) ના વિવિધ પ્રકારના સંકલ્પ પૈકી ૨૦૧૨ થી દર શનિવારે રાત્રે 08 થી 09 ના સમયે એક કલાક ચાલતી અખંડ રામધૂન અને છેલ્લા નવ માસથી શરૂ કરેલ બટુક ભોજન માટે હનુમાનજી મહારાજ ને વ્હાલા પ્યારા બાળકો અને ભાવિકો ને તેમજ પરિવાર ને શિયાળા, ઉનાળા અને વરસાદ ના સમય માં પડતી મુશ્કેલીને કારણે દોઢેક મહિના પહેલા ૨૭×૪૫ ની માપ સાઈઝ નો ગેલ્વે નાઈઝ ના પાઈપ અને પતરા નો શેડ આશરે પોણા બે લાખ ના ખર્ચે એ નવો બનાવવા મા આવેલ તે ખર્ચ સંકલ્પ કર્તા ના ધર્મપત્ની રીટાબેન અમૃતલાલ કુબાવત આચાર્યા શ્રી સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શાળા નંબર-૭૨ રાજકોટ ના જન્મ દિવસ તા.૨૩-૧૦૨૦૨૧ ને શનિવાર ( યોગાનુયોગ જન્મ નો વાર પણ શનિવાર હોય) સંકલ્પ કર્તા, અને ચાંદની, મિલન નો પણ જન્મ દિવસ નો વાર પણ શનિવાર હોય.જેથી તેમની ખુશાલી રૂપે તે તમામ ખર્ચ તેમના તરફથી ચુકવવા નું ઉપરાંત પિપળેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જુની કલેકટર કચેરી ખાતે રીનોવેશન કામ ચાલુ હોય ત્યાં રૂ.૧૧૧૧/- અને વિસાવદર તાલુકાના દાદર બરડીયા ગામ ખાતે ( કુબાવત પરિવાર ના) હનુમાનજી મહારાજ ના મંદિર નું નિર્માણ કાર્ય ચાલુ હોય તેમાં પૂજ્ય સ્વ.નાનાલાલ ભુરાદાસ નિમાવત જંગરવાળા ની જન્મ તારીખ ૧૦-૧૦- ૧૯૩૮ હોય જેથી તેમના જન્મ દિવસ ની ખુશાલી રૂપે તેમની સ્મૃતિમાં રૂ.૧૧૧૧/– આપવામાં આવેલ અને તમામ કાર્યક્રમમાં હાજરી આપી અનેરો આનંદ અને હનુમાનજી મહારાજ ની કૃપા પ્રાપ્ત કરેલ.મંદિર ખાતે આગામી સતરદશી કાળી ચૌદશ ના રોજ શ્રી પરસોત્તમભાઈ ધનજીભાઈ ઢોલરીયા જંગરવાળા પરિવાર તરફથી બાવન ગજની ધજા આરોહણ કરવા માં આવશે..

રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1635327847627.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *