Gujarat

કૃષિ કાયદોઃ રાહુલ ગાંધીએ કિસાન સંગઠન સાથે વિરોધ કર્યો, ખેડૂતઓ આપી આવી ચિમકી

સરકાર માટે સમય અત્યારે કપરો હોય તેવુ લાગી રહ્યુ છે. ખાસ કરીને કોરોનામાં ઑક્સિજનના અભાવે થયેલા મોત મામલે અને મોંઘવારી મુદ્દે સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ Pegasus Spyware જાસૂસી મામલે સરકારને સતત સવાલો કરી રહી છે, બીજી તરફ સંસદની બહાર ગુરૂવારે ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી આવીને સંસદ સામે વિરોધ ચલાવી રહ્યા છે.

સંયુક્ત કિસાન મોરચામાં દેશભરમાંથી આશરે 40 ખેડૂત સંગઠનો સામેલ થયા છે. આવી સ્થિતિમાં, તેને ગ્રુપ તરીકે મંજૂરી આપવાને બદલે, વિવિધ સંગઠનોનાં સ્તરે આ પરવાનગી આપવામાં આવી છે. દરેક સંસ્થાનાં 5-5 સભ્યોને જંતર મંતર પર જવાની મંજૂરી આપવામાં આવી છે. બુધવારે મળેલી ત્રીજી રાઉન્ડની બેઠક બાદ 200 ખેડૂતને જંતર-મંતર ખાતે ખેડૂતો સંસદ યોજવાની મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં મોનસૂન સત્ર ચાલી રહ્યુ છે. જેમા વિપક્ષ દ્વારા સરકાર પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. સંસદનું ગુરુવારે સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનાં સાંસદોએ ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું.

ખેડૂત આંદોલનકારીઓ કૃષિ કાયદા વિરુદ્ધ જંતર મંતર પર ધરણા પર બેઠા છે. ખેડૂતો તરફથી સંસદનું આયોજન કરવામાં આવશે. ખેડૂતોનું કહે છે કે, સંસદનું મોનસૂન સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી જંતર-મંતર ખાતે ખેડૂતો રહેશે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ફરી એકવાર પોલીસ દ્વારા બસોની તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂત જંતર-મંતર સુધી પહોંચવામાં મોડા થયા છે. અન્ય ખેડૂત સંગઠનના નેતાઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ અને સરકાર વારંવાર તેમના વચનોથી પલટી રહી છે. અને ખેડૂતોનાં રસ્તામાં પરેશાન કરી રહી છે.

v3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *