અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. અમિત શાહ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ મનાવવા (Uttarayan Celebration) માટે અમદાવાદ આવવાના છે. અમદાવાદ આવ્યા બાદ અમિત શાહ સોમનાથ ટ્રસ્ટની (Somnath Trust) બેઠકમાં હાજરી પણ આપશે.
કોરોનાના (Corona Pandemic) કારણે રાજ્ય સરકારના જાહેરનામા મુજબ માત્ર પરિવારના સભ્યો જ ધાબા પર પતંગ ચગાવી શકે છે. આથી અમિત શાહ (Amit Shah) આ વખતે પોતાના પરિવાર સાથે જ પતંગ ચગાવવાની (Uttarayan Celebration) મજા માણશે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ (Amit Shah) દર વર્ષે ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણે છે. જો કે આ વખતે કોવિડ ગાઈડલાઈનના કારણે તઓ ભાજપના કાર્યકર્તાઓ સાથે કોઈ કાર્યક્રમ નહીં કરે.
સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઈન હાજરી
અમિત શાહ (Amit Shah) અમદાવાદ આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની (Somnath Trust) બેઠકમાં ઓનલાઈન હાજરી આપશે. જેમાં અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઈન જોડાશે.
આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે. પૂર્વ અધ્યક્ષ કેશુભાઈ પટેલના અવસાન બાદ આ પદ ખાલી પડ્યું છે.
