ગ્રામ વિકાસ ગ્રામ ગુહ નિર્માણ કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ ખાતે શ્રી ગોગા મહારાજ મંદિરે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા. શ્રી ગોગા મહારાજના દર્શન કરી પ્રજાકીય કામોમાં સફળતા મળે તેવી મંત્રીશ્રીએ પ્રભુ પાસે અભ્યર્થના વ્યક્ત કરી આર્શીવાદ મેળવ્યા હતા. તેઓશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ ગુજરાતની વિકાસયાત્રા અવિરત ચાલુ રહેશે. આ સરકાર ગરીબોના ઉત્કર્ષ માટે સતત જાગુત છે. સામાન્ય નાગરિકોના, ખેડુતો સહિત સમાજના સર્વે વર્ગના વિકાસ માટે સરકાર કટીબધ્ધ છે.
આ પ્રસંગે ગામના સરંપચ તેમજ અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા


