ભાગવત ગીતા માં જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કમૅયોગ દ્વારા સ્વ સાક્ષાત્કાર એવં સદ્કમૅ,સદભાવ થકી વ્યક્તિ નિજ સ્વાથૅ બાજુએ મૂકીને સવૅહિત, જનકલ્યાણકારી સદ કમોઁથી લોકહ્રદય માં સ્થાન પામી અમરત્વ મેળવનાર એક બહુગુણા, બહુમુખી પ્રતિભા સંપન્ન વ્યક્તિ વિશેષ નામ એટલે શ્રી માણેકલાલ એમ. પટેલ, ‘સાહેબ’ના હુલામણા નામથી ઓળખાતા માણેક દાદાનું સૌના હૃદયમાં અનન્ય સ્થાન છે. બહુ જુજ કિસ્સામાં એવું જણાય કે જે સંસ્થામાં સ્વયં અભ્યાસ કર્યો હોય અને એ જ સંસ્થાના સર્વેસર્વા અને સફળ વહીવટ કરનાર આપણા પાટીદાર રત્ન શ્રી માણેકભાઈ પટેલ વાત કરવી છે. આ વિચક્ષણ મહાહસ્તિ, મહાનુભાવને શિક્ષકના ઈન્ટરવ્યુ માં ભલે અવગણના પ્રાપ્ત થઇ પરંતુ આ પ્રભાવશાળી નેતૃત્વ ક્ષમતા ઘરાવતા વ્યક્તિ ની છત્રછાયા માં કડી અને ગાંધીનગર સવૅ વિદ્યાલય કેમ્પસના હજારો વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડી રહ્યા છે.
શ્રી માણેકલાલ પટેલ નો જન્મ તા.૧/૨/ ૧૯૨૮ના રોજ કડી તાલુકાના ઉંટવા ગામે થયો હતો.કડી થી આશરે દસેક કિલોમીટર દૂર એ જમાનામાં અવરજવરના પાંખા સંસાધનોમાં આપણા રત્ન શ્રી માણેકલાલ એસ.વી.વિધ્યાલય કડીમાં અભ્યાસ અર્થે ચાલતા આવતા હતા. ખેતરની તૈયાર શાકભાજી કડીના સબ્જીમંડી માં વેચવા લેતા આવે અને શાળાએથી વળતા ઘર વપરાશની કે ખેતીમાં જરૂરી ચીજ વસ્તુઓ કડી બજારમાંથી ખરીદીને ઘરે લઈ જાય.તેમણે ૧૯૫૪માં B.A. અને ૧૯૫૬માં L.L.B. નો અભ્યાસ પૂર્ણ કર્યો ,ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોઅભ્યાસ પૂર્ણ કર્યો ,ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોસ્ટીગ ડિપાર્ટમેન્ટમાં પણ સેવાઓ આપી આ દરમ્યાન પણ સળંગ તેમની વૃત્તિ અધ્યયનશીલ રહી સતત મહેનત અને વિદ્યામાં રુચિ એ એમનો ઊજળું પાસું હતું.
નિષ્પક્ષ વહીવટ એ તેમની ખાસ વાત હતી. કડી નગરપાલિકાને ૧૪ વર્ષ સુધી પોતાની કોઠાસૂઝથી સુંદર વહીવટ કરી બતાવ્યો આમ તેઓ સાહેબ તરીકે ઓળખાયા, દુષ્કાળના સમયમાં જ્યારે લોકો અન્નની તંગી વચ્ચે બે ટંક ભોજન મેળવી શકતા ન હતા, ત્યારે સંકટ નિવારણ સમિતિ ના સક્રિય સભ્ય તરીકે તેમણે લાયન્સ ક્લબ અને એસએસ ની જેસીસ ના સહકાર થી જરૂરિયાતમંદ લોકોની સેવા કરી હતી.આમ જન સેવા એ પ્રભુ સેવા મંત્ર જીવનમાં ચરિતાર્થ કર્યો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તેઓ શ્રી ઊંઝા ઉમિયા માતા સંસ્થાનમાં ઉચ્ચ શિક્ષણ સહાય નિધિના સભ્ય તરીકે સક્રિય ભાગ ભજવ્યો હતો. કડી ની એકમાત્ર દુર્ગા કોટન મીલ બંધ થતાં સ્થાનિક કામદારો બેકાર થશે તેમને કેમ રોજગાર શરૂ કરવા શાહરૂખ થવા તેમણે કડી નાગરિક સહકારી બેંક ની સ્થાપના કરી આ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન પદે પદે રહી બેન્કના વિકાસ માં સક્રિય ફાળો આપ્યો.
કડીની ભાગ્યોદય હોસ્પિટલ કડી શહેર અને આજુબાજુના વિસ્તાર માટે આર્શીવાદ રૂપ છે .આપણા માણેકલાલ આ સંસ્થાની સ્થાપનાથી વર્ષો સુધી આ ટ્રસ્ટના મંત્રી તરીકે સેવા રહ્યા હતા. આજે અત્યાધુનિક ટેકનોલોજી થી હોસ્પિટલ ગરીબોને રાહત દરે તમામ રોગોમાં સારવાર આપવા માટે જાણીતી છે. જ્યારે જ્યારે કડીમાં જાતિવાદના તોફાનો થયા ત્યારે ત્યારે શ્રી માણેકલાલભાઈ તેમના સાથી મિત્રો સાથે ગામમાં નીકળી પડી બંધુત્વની ભાવના જળવાઈ તે માટે સફળ પ્રયત્નો કરી કડીના શાંતિ દૂત બની રહ્યા. શ્રી માણેક ભાઈ સમાજસેવક, ઉત્તમ શિક્ષણ પ્રેમી અને શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી અમરત્વ પામ્યા છે. આ વાત થઇ એમના ઉદ્યોગ,સમાજ અને સેવાની
તેઓ સાહિત્યમા આ વાત થઇ એમના ઉદ્યોગ,સમાજ અને સેવાની તેઓ સાહિત્યમાં પણ કેટલી રૂચિ ધરાવતા હતા. તેમણે મોહનલાલ સાહિત્ય ની સ્થાપના કરી કડી ને સાહિત્ય નગરી તરીકે નામાંકિત કરી છે.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ મોહનલાલ સાહિત્ય વ્યાખ્યાનમાળા માટે મોટુ દાન અપાવી સતત પ્રયત્નશીલ રહી સમાજ સાહિત્યથી પરિચિત રહે તે માટે ખુબ સરસ ભાગ ભજવ્યો છે. તેઓ આજે પણ સમગ્ર ગુજરાતમાં એક સફળ કેળવણીકાર તરીકે પ્રસિદ્ધ છે.શિક્ષણ થકી જ સમાજની પ્રગતિ કરી શકે છે. તે તેમની વિચારધારા હતી પૂજ્ય છગનબાપાએ કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ અને સર્વ વિદ્યાલય ની સ્થાપના કરી અને આ સંસ્થાને અનેકવિધ કેળવણીની ફેકલ્ટી ધરાવતી વટવૃક્ષ બનાવવાનો શ્રેય શ્રી માણેકલાલ ને જાય છે.
પોતાનો વ્યવસાય બાજુમાં મૂકી સતત સંસ્થાના રચનાત્મક કાર્યો માટે પ્રયત્નશીલ રહ્યા અને પૂજ્ય છગનબાપાએ આરંભેલ જ્ઞાન યજ્ઞ નું કાર્ય આજે કડી સર્વ વિશ્વવિદ્યાલય ને ચરમ સીમાએ પહોંચાડી તે યશના અધિકારી આપણા શ્રી માણેકલાલ પટેલ છે. સંસ્થાના વિકાસ માટે સંસ્થાના ચેરમેન તરીકે માણેકલાલ ભાઈએ જ્યાં જરૂર પડે ત્યાં થાક્યા વિના અવિરત કાર્ય કર્યું છે.તેમને સંસાર પ્રત્યે ની લાગણી સ્વચ્છ વહીવટ સૌજન્યપૂર્ણ વ્યવહાર અને હાસ્ય સભર સ્વભાવ એમની વ્યક્તિત્વની ખાસિયત હતી. આમ તો તેમનો સ્વભાવ કરેલા કામો ની પ્રશંસાથી દૂર રહેવાનો હતો, પણ એમને મળેલા કેટલાક એવોર્ડ આ લેખમાં ઉમેરવાનું અસ્થાને ના ગણાય.
સ્વામી સચ્ચિદાનંદના વરદહસ્તે “પાટીદાર શ્રેષ્ઠ શિરોમણી રત્ન”
કડી શહેરની અનેકવિધ સેવાઓ માટે શ્રીમતી આનંદીબેનના હસ્તે સન્માન અને એવોર્ડ
કેળવણીના કસબી તરીકે તત્કાલીન વિધાનસભા અધ્યક્ષના હસ્તે સન્માનિત કરાયા હતા.
તેમના કેળવણી અને અનેક ક્ષેત્રોમાં યોગદાન ઉત્તર ગુજરાત આનર્ત પ્રદેશ તરફથી ભવ્ય જનમેદની વચ્ચે સન્માન
કડી શહેરમાં કોમી એખલાસ અને શાંતિ
જાળવવા માટે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિહ દ્વારા જાહેર અભિવાદન પણ કરાયું હતું. આમ અનેકવિધ બહુમુખી પ્રતિભાના માલિક એવા શ્રી માણેકલાલ દાદાની પૂણ્યતિથી તા.૧૨ જાન્યુઆરીએ છે. તે પ્રસંગે તેમને ભાવભીંની શ્રદ્ધાંજલિ રૂપે આ લેખ તેમને સાદર અર્પણ કરૂ છું… .
