Gujarat

 કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ઉપલક્ષમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જમ્મુ એન્ડ કાશ્મીરના ઉરી થી નીકળેલ  પોલીસના જવાનોની છોટાઉદેપુર આવી પહોંચેલી રેલીનું જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,

કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરના રોજ થનાર રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણીમાં દેશના અલગ અલગ રાજ્યો માંથી અલગ અલગ સુરક્ષા દળોની ટુકડીઓ રેલી સ્વરૂપે કેવડિયા કોલોની ખાતે એકત્રિત થઈ રહી છે,જેના  ઉપલક્ષ મા આજે જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસના 30 જવાનો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગત તારીખ 18મી ઓક્ટોબરના રોજ બાઈક રેલી લઈને નીકળ્યા હતા,2500 કિલોમીટરનું અંતર કાપી જવાનોની રેલી પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તરપ્રદેશ,રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈ ગુજરાતમાં પ્રવેશી હતી જેનું છોટાઉદેપુર જિલ્લા મથકે સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પોલોસ વડા IPS ધર્મેન્દ્ર શર્મા ,Dysp જે જિ ચાવડા સહિત પોલીસ અધિરીઓએ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું અને સ્મૃતિ ભેટ આપી હતી,જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ ની બાઈક રેલી આજે  કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે, જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસની બાઈક રેલી સાથે આવેલ Dysp ગુલામ એહમદે જણાવ્યું હતું કે આ રેલી દ્વારા એકતા અને શાંતિનો મેસેજ દેશવાસીઓને પહોંચાડવાનો છે,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *