Gujarat

કોંગ્રેસ દ્વારા મોઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે બેનરો બતાવ્યા

અમદાવાદ
અમિત ચાવડા દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાનમાં ખોખરાની દુકાનોમાં તથા રસ્તા પર જતા રાહદારીઓને મોંઘવારી વિશે સમજાવીને સાથ આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મોંઘવારીથી થતી મુશ્કેલીઓ અંગે પણ લોકોને સમજાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા જન જાગૃતિ અભિયાનની સાથે સાથે પેજ સભ્ય કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ભાજપે પેજ પ્રમુખ બનાવવાનો કાર્યક્રમ કર્યો હતો, તે જ પ્રમાણે હવે કોંગ્રેસે પણ પેજ સભ્ય બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં લોકોને કોંગ્રસની વિચારધારા અંગે સમજણ પાડીને કોંગ્રેસમાં જાેડાવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં નવા મતદારો એટલે કે તાજેતરમાં જ જેમની ૧૮ વર્ષ ઉંમર પૂર્ણ થઈ હોય તે અને મહિલાઓને વધુ પ્રમાણમાં જાેડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારીથી લોકો પરેશાન છે, પરંતુ સામાન્ય નાગરિક કાંઈ બોલી શકતા નથી.જેથી આજથી નાગરિકો માટે જ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને મોંઘવારી વિશે સમજ પાડીને મોંઘવારી સામે અવાજ ઉઠાવવા સમજાવ્યું છે.લોકો અવાજ ઉઠાવશે તો સરકારને જાણ થશે.મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને કોંગ્રેસ દ્વારા અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, ત્યારે આજથી કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને મોંઘવારી વિશે સમજ આપીને મોંઘવારી સામે લડત અને સહકાર આપવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસનો પેજ સભ્ય કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ દરિમાયન કોંગ્રેસના કાર્યકરોએ મોંઘી દાળ, મોંઘું તેલ આ બધો ભાજપનો ખેલ સાથેના બેનરો અને હાય રે મોદી…હાય હાયના સૂત્રોચ્ચાર કર્યાં હતા. અમદાવાદના ખોખરામાં આજથી શહેર કોંગ્રેસ દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શહેર પ્રમુખ ચેતન રાવલની આગેવાનીમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *